દાનની રકમનો ઉપયોગ આતંકી પ્રવૃતિ માટે થતો હોવાની આઈએસઆઈ એજન્ટની કબુલાત
ભારતમાં આતંકવાદ ફેલાવવા પાકિસ્તાને અનેક નાપાક ષડયંત્રો રચ્યા છે. આવા જ એક ષડયંત્રનો ઘટસ્ફોટ રાજસ્થાન પોલીસે કર્યો છે. સરહદી વિસ્તારોમાં ધાર્મિક સ્થળો બહાર ‘ખૈરાત’ માટેની પેટીમાં આવતા ભંડોળનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા થતો હોવાનો ભાંડો ફોડવામાં આવ્યો છે.
ગત અઠવાડીયે બારમલ જિલ્લામાંથી પકડાયેલા આઈએસઆઈ એજન્ટે પોલીસ સમક્ષ ષડયંત્રની વિગતો ઓકી કાઢી છે. તેણે જિલ્લાના ચોહતાન ગામની મઝારનું ‚ા.૩.૫ લાખનું દાન આઈએસઆઈના અન્ય જાસુસોને આતંકી પ્રવૃતિ માટે આપ્યું હોવાનું કબુલ્યું છે. સરહદી વિસ્તારોમાં આ જ પ્રકારે આઈએસઆઈના એજન્ટોએ અન્ય ધાર્મિક સ્થળોએ ખૈરાત પેટીઓ મુકી તેના દાનનો ઉપયોગ આતંકવાદી પ્રવૃતિઓ માટે કર્યો હોવાની શંકાએ પોલીસ તપાસ ચાલી રહી છે. આ મામલે અનેક વિગતો ખુલશે.