ગુજરાતની મુલાકાતે આવી રહેલા પ્રભારી અશોક ગેહલોત નારાજ બાપુ સો વધુ એક બેઠક યોજશે
કોંગ્રેસ હાઈકમાન્ડી નારાજ વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને મનાવવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી બુધવારે સવારે વાઘેલાના ગાંધીનગર સ્તિ નિવાસ સને પહોંચ્યા હતા. જેમાં વાઘેલા સોની મુલાકાતમાં તેમણે યુ કોંગ્રેસના ૯મી જૂનના કાર્યક્રમનું આમંત્રણ પાઠવવા ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ, વિવિધ સમીતીની રચના વગેરે જેવી બાબતોની ચર્ચા કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે તેમની અને વાઘેલા વચ્ચે કોઈ મતભેદ ન હોવાનો દાવો પણ મીડિયા સમક્ષ કર્યો હતો. કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાત દરમિયાન વિપક્ષી નેતાને મળીને નારાજગી દુર કરવાનો વધુ એક પ્રયાસ કરશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તા માટે કોંગ્રેસમાં શ‚ યેલી ખેંચતાણ અને વિરોધ પક્ષના નેતા વાઘેલા તા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના વિરોધાભાષી નિવેદનોના પગલે ભારે અસમંજસની સ્િિત ઉદ્ભવી છે. દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોની મુલાકાત બાદ વિપક્ષી નેતા વાઘેલાએ કોંગ્રેસના જાહેર કાર્યક્રમોમાં જવાનું ટાળીને નારાજગી વ્યકત કરવાનું વલણ અપનાવ્યું છે. તો બે દિવસ અગાઉ પ્રદેશ પ્રમુખ સોલંકીએ રાહુલ ગાંધી સો મુલાકાત યોજી ગુજરાતમાં ચૂંટણી સમીતી, ચૂંટણી ઢંઢેરા સમીતી સહિતની વિવિધ સમીતીઓની રચના અને સંગઠનના મહત્વના પદો પરની નિમણૂંક ઉપર હાઈકમાન્ડની મંજૂરી મેળવી હતી. આ ઘટનાક્રમ બાદ પણ વિપક્ષી નેતા વાઘેલાની નારાજગી યાવત રહેતા ગુજરાત પરત આવેલા પ્રદેશ પ્રમુખ અચાનક જ શંકરસિંહના નિવાસ સને દોડી ગયા હતા. બાપુ સોની મુલાકાત બાદ પ્રદેશ પ્રમુખે મીડિયા કહ્યું હતું કે, વાઘેલા સો કોંગ્રેસ ઉપાધ્યક્ષ સો સમીતીની રચના અને સંગઠનની મહત્વની નિમણૂંકો વગેરે અંગે યેલી ચર્ચા બાબતે વાતચીત કરી હતી.
વાઘેલાની નારાજગી અંગેના સવાલમાં પ્રદેશ પ્રમુખે તેમની અને વાઘેલા વચ્ચે કોઈ મતભેદ ન હોવાનું કહ્યું હતું. વધુમાં એમ કહ્યું છે કે, ૯મી જૂને યુ કોંગ્રેસના કાર્યક્રમમાં તેઓ વ્યસ્ત ન હોય તો આવશે તેવી ખાતરી પણ આપી હતી. જો કે મોડી સાંજે યુ કોંગ્રેસનો કાર્યક્રમ મોકુફ રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અશોક ગેહલોત અને વાઘેલા સો વધુ એક બેઠક યોજાશે જેમાં શંકરસિંહની નારાજગી દુર કરવાનો પ્રયત્ન શે.