એસ્સાર ફાઉન્ડેશન દ્વારા ૧૧ ગામોના બાળકો માટે ‘સમર કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૧૭ બાળકોએ કિલ્લોલ કર્યો હતો.
ભરાણાના ૮૧, પરોડિયાના ૫૦, વાડીનગર ધારના ૯૯, વાડીનગરના ૬, મોડપુરના ૨૨, મીઠોઇના ૨૧, કજુરડાના ૧૦, વિજયનગરના ૫૯, વડાલિયા સિંહણના ૭૪, સોઢા તરઘડીના ૬ અને જાંખરના ૮૯ મળી કુલ ૫૧૭ બાળકોએ ‘સમર કેમ્પ’નો લાભ લીધો. બાળકોને વેકેશનમાં રજાના દિવસોમાં ગમ્મતની સાથે જ્ઞાન પણ મળી રહે એવા હેતુ સાથે તૈયાર કરાયેલા આયોજનમાં દેશી રમત જેવી કે કબડ્ડી,ખોખો, ગીલ્લી દંડા, લખોટી, સંતામણી દાવ જેવી રમતો રમાડવામાં આવી હતી.
આઠમી મે થી શ‚ થયેલો સમર કેમ્પ ત્રીજી જુનના પૂર્ણ કરવામાં આવતા બાળકો ખુશખુશાલ થઇ ગયા હતા. ‘સ્કૂલ ચલે હમ’ની પહેલા રહેલું વેકેશન જે તે ગામોની સરકારી શાળાઓના બાળકોએ મનભરીને માણ્યું હતું. બાળકોને તો વેકેશનમાં મજા મજા થઇ પડી હતી તો તેના માતા-પિતાના ચહેરા પર તેનું બાળક ગામમાં જ કંઇક નવું શીખતું હોવાની ખુશી છલકાતી હતી. ગામોના સરપંચોએ એસ્સાર ફાઉન્ડેશનની નવી પહેલને વધાવી લઇ અભિનંદન સહ બીરદાવી હતી.