વાડીમાં ગોંધી રાખી વીડિયો વાયરલ કરવાની ધમકી દઈ ત્રણ શખ્સોએ હવસનો શિકાર બનાવી: ત્રણેય નરાધમો પર સર્વત્ર ફીટકાર

ગિર સોમનાથ જિલ્લાના ગિરગઢડા પંથકમાં કોડીનારની પરિણીતાને ગોંધી રાખી બિભત્સ વિડીયો ઉતારી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણ શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસે નાશી છૂટેલા શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર પંથકની પરિણીતાએ રવિ અને તેના મિત્રોએ વાડીમાં ગોંધી રાખી મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારા ફરતી દુષ્કર્મ આચર્યાની ઉના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પરિણીતાને રવિ નામના શખ્સે ફોન કરી કોડીનારથી ઉના બોલાવી હતી અને પરિણીતા ને રવિ બાઈકમાં બેસાડી ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામની સીમમાં વાડીએ લઈ જઈ જયાં મકાનમાં ગોંધી રાખી રવિ અને તેના બે મિત્રોએ પરિણીતાને નગ્ન કરી મારમારી મોબાઈલ ફોનમાં શુટીંગ કરી વિડિયો વાયરલ કરવાની અને પરિણીતા અને તેના સંતાનને જાનથી મારી નાખવાની ધમકી આપી રવિ અને તેના મિત્રોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતુ.

ઉના પોલીસ મથકના સ્ટાફે રવિ અને તેના બે મિત્રો સામે ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ ડી.ડી. ગોહિલ સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.પરિણીતા પર ત્રણ માસ પૂર્વે ગીર-ગઢડાના દ્રોણ ગામની સીમમાં સામુહિક દુષ્કર્મના બનાવથી ગીર-સોમનાથ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસે ગેંગરેપ, ગેરકાયદેસર ગોંધી રાખી તેમજ પુત્ર અને ભાઈને ધમકી આપી અને મોબાઈલમાં ઉતારેલો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની તેમજ ઈર્ન્ફોમેશન ટેકનોલોજી એકટ હેઠળ ફરિયાદ નોંધી નાસી છુટેલા આરોપીને ત્વરીત ઝડપી લેવા દોડધામ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.