૧૪ જુને ચૂંટણીપંચ નોટીફીકેશન પ્રસિદ્ધ કરશે: ૧ જુલાઇ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે: ૧૭ જુલાઇએ મતદાન
દેશને નવા રાષ્ટ્રપતિ ૨૦ જુલાઇએ મળશે, ચુંટણી પંચે દેશના સૌથી મોટા બંધારણીય પદ રાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે ચૂંટણી પંચ ૧૪ જુન ૨૦૧૭ને બુધવારે નોટીફીકેશન જાહેર કરશે. ફોર્મની ચકાસણી ૨૯ જુને કરાશે. ફોર્મ પરત લેવાની તારીખ ૧ જુલાઇન છે. તેમજ જ‚ર પડશે તો ૧૭ જુલાઇએ મતદાન થશે અને ૨૦ જુલાઇ મત ગણતરી કરશે. હાલ એનડીએ અને યુપીએ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. થોડાક જ દિવસમાં એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરે તેવી શકયતા છે. વિરોધ પક્ષ એનડીએ સિવાયના તમામ પક્ષોને એક કરવાના પ્રયાસો કરી રહ્યું છે.
પ્રણમ મુખર્જીના રાષ્ટ્રપતિના કાર્યકાળ ર૪ જુલાઇએ પૂર્ણ થઇ રહ્યો છે. આ ચુંટણીમાં મતદાન સિક્રેટ બેલેટથી કરવામાં આવતુ હોવાથી પક્ષ કોઇ એક ઉમેદવારને મત આપવા માટે પોતાના સભ્યોને વ્હીપ જારી કરી શકશે નહી. મુખ્ય ચુંટણી કમિશનર નસીમ ઝેદીએ પત્રકાચર પરિષદમાં જણાવ્યું હતું કે રાજયસભાની મોકુફ રાખવામાં આવેલી ૧૦ બેઠકોની ચુંટણી રાષ્ટ્રપતિની ચુંટણી પૂર્ણ થયા પછી કરવામાં આવશે. ઓફીસ ઓફ પ્રોફિટના મુદ્દે આમ આદમી પાર્ટીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાનો કેસ ચુંટણી પંચમાં વિલંબીત છે.
મુખ્ય ચુંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર હાલના તબકકે આ ધારાસભ્યો પણ રાષ્ટ્રપતિની ચુંટણીમાં ભાગ લઇ શકશે. લોકસભા અને વિધાનસભામાં ખાલી પડેલી ૧૩ જગ્યાઓ માટે આ ચુંટણી પછી મતદાન યોજવામાં આવશે રસપ્રદ બાબત એ છે કે ચુંટણી કમિશ્નર ઝૈદી નિવૃત થવાના હોવાથી જયારે રાષ્ટ્રપતિ પદની ચુંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે ને સત્તા પર નહીં હોય. આ રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં મતદાન માટે વિશેષ પેનની રચના કરાશે. ફકત આ પેનથી થયેલા મતને જ માન્ય ગણાશે અન્ય પેન દ્વારા મતદાન માન્ય ગણાશે નહીં.