લોકસભા ચૂંટણીના પરિણામોમાં દેશભરમાં ફરી વળેલી મોદી સુનામીમાં ગાંધી પરિવારની પરંપરાગત ગણાતી ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પર પણ પરિવર્તન આવ્યું છે. છેલ્લા ૩૯ વર્ષથી ગાંધી પરિવાર જે બેઠકનું પ્રતિનિધિત્વ કરતી આવી છે.તેના મતદારોએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને જાકારો આપીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને વિજયી બનાવ્યા છે.
જો કે, રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠકપરથી ૪.૨ લાખ મતોથી વિજયી બનતા તેમની આબ‚ બચી જવા પામી છે. અમેઠી બેઠક પર રાહુલ ગાંધીના કાકા સંજય ગાંધીએ પ્રથમ વખત ૧૯૮૦ લડીને જીત્યા હતા. તે બાદ રાજીવ ગાંધી, સોનિયા ગાંધીએ પણ આ બેઠક જાળવી રાખી હતી. રાહુલ ગાંધી ૨૦૦૪થી આ બેઠક પરથી લડીને સતત જીતતા આવ્યા છે. પરંતુ ૩૯ વર્ષના લાંબા સમય બાદ અમેઠીના મતદારોને ગાંધી પરિવારને ઝટકો આપીને સ્મૃતિ ઈરાનીને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢ્યા છે.