શહેરમાં આવેલ શુભમ સ્કુલનું ૯૮% ઝળહળતું પરિણામ આવેલ છે. તેમાં ૪ વિદ્યાર્થી એ.૧ ગ્રેટ સાથે આવેલ છે. તો ૯૦ પીઆર ઉપર ૮૨ વિદ્યાર્થીઓ છે. ૯૯ થી વધુ પીઆર મેળવનાર ૮ વિદ્યાર્થીઓ , ૯૮ વધુ પીઆર મેળવનાર ૨૨ વિદ્યાર્થીઓ, ૯૭થી વધુ પીઆર મેળવનાર ૩૫ વિદ્યાર્થીઓ, તેમજ ૫૩ વિદ્યાર્થીઓએ ૯૫થી વધુ પીઆર મેળવ્યા છે.સાથે જ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનતથી ખૂબજ સાઆરયુ પરિણામ પ્રાપ્ત કરવામાં આવેલ છે. શાળા દ્વારા જ એકસ્ટ્રા કલાસ લઈને વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવવામાં આવતી હતી. શાળાના સંચાલકો, વિદ્યાર્થીઓ વાલીઓ, શિક્ષકો આ પરિણામથી ખૂબજ ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છે. શુભમ સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેમના આ સારા પરિણામ પાછળ તેમની સ્કુલ, શિક્ષકો તેમજ તેમના વાલીઓનો ખૂબજ મોટો ફાળો છે. તેમને સ્કુલ તરફથી પરીક્ષાની આખા વર્ષ દરમિયાન ખૂબજ સારી એવી તૈયારીઓ કરાવવામાં આવી હતી. સાતે જ એકસ્ટ્રા કલાસ લઈને અભ્યાસમાં તૈયારી કરાવવામાં આવતી હતી.
સ્કુલનાં ૪ વિદ્યાર્થીઓ એ.૧ ગ્રેટમાં ૮૨ જેટલા વિદ્યાર્થી ૯૦ પીઆર ઉપર ઝળકયા
શુભમ સ્કુલનાં ડાયરેકટર અવધેષભાઈ કાનગડ એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેમની શુભમ સ્કુલનું પરિણામ ખૂબજ સા‚ આવેલ છે તેના બદલ તે બધા વિદ્યાર્થીઓને શુભકામનાં આપે છે. તેમની સ્કુલમા એ.૧ ગ્રેડના ૪ વિદ્યાર્થીઓ છે ૯૦ પીઆર ઉપરના ૮૨ જેટલા વિદ્યાર્થીઓ છે અને તેમની સ્કુલનું પરિણામ ૯૮% આવેલ છે. તેમની સ્કુલના વિદ્યાર્થી અન્ય ટયુશન કે કલાસીસમાં ગયા વગર આ પરિણામ લાવેલ છે સાથે જ તેમણે કહ્યું હતુ કે વિદ્યાર્થીને ધો.૧૦ પછી જે ફીલ્ડ કે લાઈન પસંદ હોય તેમજ તેમને આગળ વધારવાને દરેક વિષયમા કે દરેક લાઈનમાં ભરપૂર તકો રહેલ છે. તેથી વિદ્યાર્થીની ઈચ્છાથી જ તેમને ભવિષ્યનું વિચારવા દેવું.