શહેરમાં આવેલ જીનીયસ સ્કુલનું ધો.૧૦નું પરિણામ ૯૦ ટકા ઉપર આવેલ છે. તેમાં સ્કુલમાં ૯૫ પીઆર ઉપર પાંચ વિદ્યાથીઓ છે. ૯૦ ટકા મેળવતા ૨૩ વિદ્યાર્થીઓ અને ૪૬ વિદ્યાર્થીઓએ ૮૫ પીઆર મેળવ્યા છે. જીનીયસ સ્કુલનું દર વર્ષની જેમ આ વર્ષ પણ ઝળહળતું પરિણામ આવેલ છે. આ પરિણામથી વિદ્યાર્થી અને તેમના વાલી, શિક્ષકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે જ પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીનાં મોં મીઠા કરાવવામાં આવ્યા હતા.
સારું પરિણામ આવવાથી ખુબ જ ગૌરવની લાગણી અનુભવું છું: કાજલ શુકલ
કાજલબેન શુકલવાઇસ પ્રિન્સીપાલ
જીનીયસ સ્કુલનાં વાઈસ પ્રિન્સીપાલ કાજલબેન શુકલે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૫ વર્ષથી એકડેમીક હેડ છે અને ધો.૯, ૧૦, ૧૧ છેલ્લા ૬ વર્ષથી તેઓ સંભાળે છે અને તેમની સ્કુલનું સારું પરિણામ આવવાથી તેઓ ખુબ જ ખુશ છે અને ખુબ જ ગર્વની લાગણી અનુભવે છે. સાથે જ બોર્ડનાં નિયમોથી પણ તેઓ ખુબ જ ખુશ છે અને ગુજરાત બોર્ડએ ખરેખર ન્યાય આપે છે.
સ્કુલ દ્વારા અગાઉથી જ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવાઈ હતી: વિદ્યાર્થીઆે
જીનીયસ સ્કુલનાં વિદ્યાર્થીઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાહતું કે, સ્કુલ તરફથી તેમને સારી એવી પરીક્ષાને લઈને તૈયારી કરાવવામાં આવતી હતી સાથે જ તેમના ઘરનાં સભ્યો તથા વાલીઓ દ્વારા પણ ખુબ જ અભ્યાસને લઈને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા સાથે જ સ્કુલ અભ્યાસ સિવાય ઘરે પણ તેઓ ૨ થી ૩ કલાક અભ્યાસ કરતા હતા અને સ્કુલ દ્વારા અગાઉથી જ પરીક્ષાની તૈયારી સારી એવી કરાવવામાં આવતી હતી.
પાઘરીયા પ્રિન્સ ૯૮.૮૦PR
વિવેક કુરખાણી ૯૫.૭૭