શિક્ષણ ક્ષેત્રે ડો. અલ્પાબેન ત્રિવેદી, સાહિત્ય ક્ષેત્રે સંજુવાળા, સંગીત ક્ષેત્રે હરિકાંતભાઈ સેવક, નાટય ક્ષેત્રે કૌશિકભાઈ સિંધવ, ઉદ્યોગ ક્ષેત્રે જગજીવન સખીયાના સેવા વ્યકિતત્વનો ઋણ સ્વીકાર
રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના નખશિખ શિક્ષકવર્ય વિજયભાઈ ધોળકીયાની વિદાયને ત્રીસ વર્ષ વીતી ગયા ત્યાર તેઓનાં સ્મૃતિ દિને વિદ્યાંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.રાજકોટના મૂક પ્રદાન કરનાર પાચ સેવા વ્યકિતઓનો સન્માન કરવામાં આવ્યુંહતુ આ તકે શિવાનંદમિશન અમદાવાદના અધ્યક્ષ સ્વામી અધ્યાત્માનંદજી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતી ડો. વિજયભાઈ દેશાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્ર ડો. અલ્પનાબેન ત્રિવેદી, સાહિત્યક્ષેત્ર સંજુવાળા, સંગીતક્ષેત્ર હરિકાંતભાઈ સેવક, નાટયક્ષેત્ર કૌશિકભાઈ સિંધવ તથા ઉદ્યોગક્ષેત્ર જગજીવનભાઈ સખીયાને સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટના ડો.ઈલાબેન વછરાજાની, ડો.નિદતબારોટ, હરદેવસિંહ જાડેજા ઈન્દુભાઈ વોરાદ્વારા સન્માનીત કરવામાંઆવ્યા હતા. આપ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.