વોટ્સએપ દુનિયામાં સોથી વધુ વપરાતું મેસેઝિંગ એપ છે. ભારતમાં ઇન્ટરનેટ ટ્રેડેસ પર કરેલા એક સર્વે મુતાબિક આ વર્ષે પ્લે સ્ટોર પર વોટ્સ એપ સોથી વધુ ડાઉનલોડ થયેલ એપ છે. આઇફોન યુઝર્સ માટે આવ કોઈ ડેટા ઉપલબ્ધ નથી પરંતુ એપલ યુઝર્સ ની ફેટન પણ લગભગ આવી છે.
વોટ્સએપ એ એટલા માટે પોપ્યુલર થયું છે કારણ કે તે સમય ની સાથે નવા ફીચર્સ પણ લાવે છે. હાલમાં જ વોટ્સ એપ એ નવા ફીચર બહાર પડ્યા છે
- ચેટ ને પિન કરવાનું ફીચર્સ
વોટ્સએપ એ હાલમાં જ આ ફીચર ને બહાર પડ્યું છે જેનો ઘણા સમય થી બધા રાહ જોતાં હતા. આ મહત્વપૂર્ણ ચેટ ને પિન કરી શકશો જે તમારા ચેટ લીસ્ટમાં ઉપર રહશે. તમે એક સાથે ત્રણ ચેટ ને પિન કરી શકશો. આથી તમારે તમારા પરિવાર કે કોઈ ગ્રૂપ ની મહત્વપૂર્ણ ચેટ ને ગોતવી નહીં પડે.
- ટુ –સ્ટેપ ઓથોટીકેશન ફીચર
આ ફીચર થોડા મહિના થી ટેસ્ટિંગમાં હતો પણ આવે આ ફીચર યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યો છે. ટુ – સ્ટેપ –વેરિફિકેશન એ યુઝર્સના અકાઉન્ટ માં સિક્યોરિટી ની એક એક્સ્ટ્રા લેયર એડ થઈ જશે. આનાથી બીજા કોઈ તમારા વોટ્સએપ અકાઉન્ટ ના એક્સેસ મેળવી નહીં શકે. આ પ્રક્રિયા આની ડિઝિટલ પ્લેટફોર્મ પર પણ વ્પરવામાં આવે છે.
- સીરી વોઇસ અસિસ્ટેટ વાચી શકશે વોટ્સએપના મેસેઝ..
એપલના વોઇસ અસિસ્ટેટ સીરી હવે તમારા વોટ્સએપ ના મેસેઝ વાચી શકશે. આ ફીચર વોટ્સએપ ના 2.17.20 ના વર્ઝન પર મળશે.
- ટેક્સ્ટ સ્ટેટસ ની વાપશી..
ઘણા બઘા યુઝર્સ એ વોટ્સએપ ના ટેક્સ્ટ સ્ટેટસ ને હટાવા પર વિરોધ કર્યો હતો. વોટ્સએપ એ સ્ટેટસ ફીચર ને રરિપ્લેસ કર્યું હતું. આ ફીચરમાં યુઝર્સ ફોટોસ . GIF અને વિડીયો પોસ્ટ કરી શકતા હતા . આ ઇંસ્ટાગ્રામ સ્ટોરીઝ અને સ્નેપચેટ સ્ટેટ્સ જેવું ફીચર હતું જે 24 કલાક માં એક્સપાયર થઈ જતું. લોકો ને વોટ્સ એપ નું આ ફીચર પસંદ આવ્યું ન હતું. ત્યારે વોટ્સએપ એ આ ફીચર ને તો રાખ્યું જ તેની સાથે ટેક્સ્ટ સ્ટેટસ પણ ફીચર પણ આપ્યું.