બળાત્કારની ખોટી ફરીયાદો સામે પુરૂષોને પણ મળશે રક્ષણ
નિર્ભયા સામુહિક બળાત્કાર કાંડની ૨૦૧૨ની જેધન્ય ધટના બાદ સમગ્ર દેશમાં બળાત્કારીઓ સામે ઉભી થયેલી ખુનીસ બળાત્કારીઓને આકરી સજાની માંગણી વચ્ચે સામુહિક બળાત્કાર, હત્યા જેવા રેર ઓફ ધરે રેરે કેસમાં અપરાધીને મૃત્યદંડ સુધીની સજાની બુલંદ બનેલી માંગણી સાથે બળાત્કારીઓ વિરુઘ્ધની આ માનસીક આંધી વચ્ચે બળાત્કારની ખોટી ફરીયાદોનો મુદ્દો પણ ન્યાયતંત્ર અને સમાજ સામે પડકાર જનક રીતે સામે આવતાં મહિલાઓની સલામતિની સાથે સાથે પુરૂષોને પણ પારદર્શક કાયદાનું કવચ મળવું જોઇએ અને બળાત્કારી સામેના આકરા કાયદા થી કયાંકને કયાંક આ હથિયારનો દુરુપયોગ કરી મહિલાઓ દ્વારા ખોટી ફરીયાદોનું વધતુ દુષણ સામે આવ્યું છે. કોર્ટે મહિલા મંચને ખોટી ફરીયાદો ન થાય તેવું વાતાવરણ ઉભું કરવા તાકીદ કરી છે.
દેશના માઘ્યોમાં વારંવાર અનેક એવા કિસ્સા ચમકતા રહે છે જેમાં બળાત્કારના ખોટા કેસ ઉપજાવી કાઢી નિર્દોષ પુરુષો પાસેથી રૂપિયા પડાવવાના કાવતરા થાય છે. સલમાન (નામ બદલેલ છે) આઇટી ક્ધસલ્ટન એ પોતાની ગલ્ફેન્ડ સાથે ઇચ્છાથી સંબંધો બાંધીને પરિવારની સહમતિથી સગાઇ કરી લગ્ન કરવા સુધીની વાત નકકી થયા બાદ એકા એક છોકરીએ સંબંધો પર પુર્ણ વિરામ મૂકી દીધાં અને લગ્નનો ઇન્કાર કરી દીધો. ત્યારબાદ એક વર્ષ બાદ છોકરી એકા એક સલમાનની ઓફીસે ધસી ગઇ અને સલમાનને કહ્યું હતું કે તે ગર્ભવતી છે અને તેની સાથે પરણવું છે. સલમાને તેનો ઇન્કાર કરતા બે દિવસ પછી તેણે સલમાન વિરુઘ્ધ બળાત્કારની ફરીયાદ દાખલ કરી મદદગારીમાં સલમાનના પરિવારજનોમાં બહેન અને પિતા સામે પણ કર્યો અને તમામતે એક અઠવાડીયા સુધી જેલમાં રહેવું પડયું.અન્ય એક કિસ્સામાં મઘ્ય પૂર્વમાં રહેતો ભુવનેશ (નામ બદલેલ છે) તેના કિસ્સામાં તેની બહેને લગ્ન કરાવતી સાઇડ પરથી એક છોકરી શોધીને લગ્નન વાતચીત ચલાવી હતી એક મુલાકાત બાદ છોકરી ન ગમતા ભુવનેશએ ના પાડી દીધી પરંતુ છોકરીને તે મંજુર ન હતું. અને તેની પર બળાત્કારનું કેસ કરી દેતા ભુવનેશને કુેટલાક અઠવાડીયા જેલમાં રહેવું પડયું. પાસપોર્ટ જપ્ત થતાં તેને નોકરી ગુમાવી પડી અને છેલ્લે તેને આત્મઘાત નિવારણ હેલ્થ લાઇનો સહારો લઇ છુટવું પડયું.
સામાન્ય રીતે મહિલાઓ સાથે સંબંધો પૂરા કરી નાખવામાં આવે છે ત્યારે પુ‚ષો પર બળાત્કાર ના ખોટા કેસ કરવામાં આવે છે. દેખીતી રીતે ખોટા કેસ હોવા છતાં પુરૂષોને કાયદાનું રક્ષણ મળતું નથી. અને દેખીતી રીતે પુરૂષ બળાત્કારી બની જાય છે. જેનાથી પુરૂષોને કામ ધંધા, કેરીયર, ઇજજત અને સંપત્તિ અને કયારેક કયારેક જીંદગીથી પણ હાથ ધોઇ નાખવા પડે છે.
રાષ્ટ્રીય ગુનાહ નોંધણી પંચના જણાવ્યા મુજબ મોટાભાગના ૪૪ ટકા બળાત્કારના બનાવો કલમ ૩૭૬ અન્વયે નોંધાય છે જેમાં ૪૦ ટકા ફરીયાદ મહિલાના પરિવારજનો છોકરા વિરુઘ્ધ બળાત્કારની ફરીયાદ કરે છે.
જેમાં છોકરા છોકરી લગ્ન માટે ઘેરથી ભાગી ગયા હોય છે ત્યારપછી ૩૦ ટકા કિસ્સામાં મહીલાઓ પુરુષ જોડે સંબંધો દરમિયાન લગ્નના વચન ભંગ બાદ બળાત્કારની ફરીયાદ કરે છે. ઘણાં કિસ્સામાં મહિલા મહિનાઓ સુધી પુરુષ સાથે રહીને હરે ફરે છે રહે છે. અને ત્યારબાદ સંબંધ માં વાંધો પડતા બળાત્કારની ફરીયાદ કરે છે. આ તમામ બનાવમાં પુરુષો પાસે બચાવની કોઇ બારી જ રહેતી નથી. બળાત્કારના મોટાભાગના કિસ્સાઓ ખોટા અને ઉપજાવી કાઢેલા હોય છે. અને કોર્ટની બહાર સમાધાનથી થતી જાય છે. બળાત્કારના ખોટા કેસના આ દુષણથી હજારો પુરુષો બરબાદ થતાં રહે છે. કોઇપણ મહીલા પુરુષ જરાંકે પણ વાંધો પડે તો એક વખત મામલો બળાત્કારના કેસ સુધી પહોંચે એટલે ખલ્લાસ પછી પુરુષોને તન, મનુ ધન, ઇજજત, આબરુ અને કયારેક જાનથી પણ હાથ ધોવાનો વારો આવે છે. બળાત્કારના આ બનાવો સજા સુધી પહોચતા પહેલા મોટાભાગે કોર્ટની બહાર સમાધાનથી ઉકેલવાના પ્રયાસો થાય છે.
મહીલાઓની અસ્તિત્વ સાથે જોડાયેલા. બળાત્કારના આ ગુનાહોમાં મહિલાઓને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવેલા કાયદાથી કોઇને વાંધો ન હોય, પરંતુ હવે બળાત્કારના કાયદાના આ હથિયારથી પુરુષોને ફસાવવાના હથિયાર તરીકે થાય છે. અદાલતો એ વારંવાર મહિલા અધિકારો માટે કાર્યરત મહિલા સંસ્થાઓને બળાત્કારના ખોટા કેસ દાખલ કરવાનું સમાજમાં વધતા જતા વલણ સામે જાગૃતિ કેળવવા અને આવા કિસ્સામાં જો કોઇ મહિલા પક્ષકારો બળાત્કારના ખોટા કેસ કરવા પેરવી કરતાં હોય તો તેને સમજાવવાની જવાબદારી અદા કરવાની જાહેરાત કરી છે.
બળાત્કારીને આકરી સજા મળે તેમાં કોઇ વિમો નથી પરંતુ કડક સજાની જોગવાઇનો દુરુપયોગ કરીને જયારે કોઇ ભોળિયા બળદિયા જેવા પુરુષને કોઇ મહિલા માત્ર હેરાન કરવાના ઇરાદે બળાત્કાર કેસમાં ફીટ કરી દેવા. કાયદાનો દુરુપયોગ કરે છે ત્યારે પુરુષ પાસે સહન કરવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી.