લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કામાં પટનામાં મત આપવા તેજપ્રતાપ યાદવ પહોંચ્યા હતા. તેજપ્રતાપ વોટ આપીને જેવા બહાર નિકળ્યા કે મીડિયા કર્મચારીઓએ તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની મીડિયા કર્મચારીઓ સાથે કોઈ મુદ્દે ચર્ચા થઈ જતાં તેના બાઉન્સર્સ મીડિયા કર્મીઓ પર તુટી પડ્યા હતા.
રવિવારે જ્યારે તેજપ્રતાપ યાદવ ઘરેથી બહાર નીકળ્યા ત્યારે તેમની ગાડી નીચે કેમેરા મેનનોપગ આવી ગયો હતો. કેમેરા મેનનો પગ ગાડી નીચે આવી જતા તેણે છુટ્ટો કેમેરો ગાડી પર ફેંક્યો હતો અને તે દરમિયાન ગાડીનો કાચ ટૂટી ગયો હતો. ત્યારપછી ત્યાં હાજર તેજપ્રતાપના સુરક્ષાકર્મીઓએ મીડિયા સાથે ખરાબ વર્તન કર્યું અને તેમની સાથે મારઝૂડ કરી હતી.