કેરળમાં 6 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં વાતાવરણમાં પલટો થવાનું શરૂ થઇ ગયું છે. અમદાવાદમાં અસહ્ય ગરમી બાદ આજે સાંજે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં બોપલ, એસ.જી હાઇવે, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ પડ્યો હતો. ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદી છાંટા અમદાવાદમાં પડ્યા છે. બોપલ – ઘૂમામાં સુસવાટાભર્યા પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. ખાંભાના બારમણ, ભૂંડણી, ચોત્રા સિહતના ગામોમાં વરસાદ પડ્યો હતો ત્યાં જ નાગેશ્રી, મીઠાપુર, હેમાળ વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે.
ખાભા તાલુકા પવન સાથે કમોચી વરસાદી ના ઝાપટા પડ્યા છે. સવારના અસહ્ય ગરમી બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર, ખિસરી, માણસા, ફાચરિસા સહિતાના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.