એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજિસએ ગુજરાત રાજયમાં શિક્ષણ જગતમાં એક જાણીતું અને ઝળહળતું નામ છે. તાજેતરમાં એચ.એન.એસ. બિઝનેસ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં સારામાં સારું પર્ફોમન્સ આપી, વિદ્યાર્થીઓ દ્વારા પોતાનામાં રહેલી બિઝનેસ પ્રતિભાનો પરિચય કરાવવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓમાં રહેલી આ બિઝનેસ પ્રતિભામાં વધારો થાય અને વિદ્યાર્થીઓ બીઝનેસમાં આગળ વધે તેમજ વિદ્યાર્થીઓ જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને તેવા આસયથી અને વિદ્યાર્થીઓને બિઝનેસમેન બનવાની પ્રેરણા આપવા માટે પારિતોષીક વિતરણ સેરેમનીમાં આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને (શિલ્ડ અને સર્ટીફીકેટ) આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા તમામ અંદાજીત ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ભાગ લેવા બદલ સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ સેરેમનીમાં રાજકોટની મોટાભાગની ગ્રાન્ટ ઈન એઈડ અને ગવર્મેન્ટ કોલેજોના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધેલ અને તમામ કોલેજોના વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટીફીકેટ પણ મળેલ. આ પ્રસંગે ડો.મેહુલભાઈ ‚પાણી, મેનેજીંગ ટ્રસ્ટી એચ. એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ, સંજયભાઈ વાઘર ટ્રસ્ટી એન્ડ કેમ્પસ ડિરેકટર તમામ વિભાગોના હેડ, ડો.વિજયભાઈ ભટાસણા, ડો.કલ્પેશભાઈ ગણાત્રા, ડો.ફાલ્ગુનીબેન શાસ્ત્રી, ડો.પુરોહિત સહિતના મહાનુભાવોએ પોતાની ખાસ હાજરી આપેલ.સંસ્થાના પ્રમુખ ડો.નેહલભાઈ શુકલ, ઉપપ્રમુખ મહેશભાઈ કયાડા, મેહુલભાઈ ‚પાણી, સંજયભાઈ વાધર, ડો.વિજયભાઈ ભટાસણા વગેરેએ વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવેલ છે. સંસ્થાનો આવો અભિગમ જોઈને ખરેખર સંસ્થામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયેલ છે અને તેનો તમામ ભવિષ્ય બિઝનેસ કરવા માટે પણ પ્રોત્સાહિત થયેલ.