કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ મ્યુનિ. કમિશનર પાસે ૧ર પ્રશ્ર્નોના જવાબ માંગ્યા
શહેરમાં દિવસે દિવસે રખડતા કુતરાનો ત્રાસ વધી રહ્યો છે. રાત્રિના સમયે ટુ વ્હીલર પર નીકળવું મુશ્કેલ બની ગયું છે. બાળકો, યુવાઓ, મહિલાઓથી લઇ વૃઘ્ધાને રખડુ કુતરાઓ કરડી રહ્યા છે. ત્યારે ૧ર પ્રશ્ર્નોનો જવાબ સીટીઝન ચાર્ટર ની સમય મર્યાદામાં આપવા કોંગી કોર્પોરેશન પ્રશ્ર્નોનો જવાબ સીટીઝન ચાર્ટરની સમય મર્યાદામાં આપવા કોંગી કોર્પોરેટર અતુલભાઇ રાજાણીએ મ્યુનિ. કમિશ્નરને પત્ર લખ્યો છે.તેઓએ માંગણી કરી છે કે છેલ્લી પશુ વસ્તી ગણતરી મુજબ શહેરમાં રખડતા કુતરાની સંખ્યા કેટલી છે? વસ્તી ગણતરીની તારીખ જણાવશો. હાલની સ્થિતિએ કુતરાની સંખ્યા કેટલી છે?
મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર છેલ્લા ૩વર્ષમાં તા. ૧૮-પ-૧૬ થી ૧૮-૫-૧૯ સુધીના છેલ્લા ૩ વર્ષમાં કેટલા દર્દીઓને ડોગબાઇટના ઇન્જેકશન આપવામાં આવ્યા છે ? તેની સંપૂર્ણ વિગતો આરોગ્ય કેન્દ્રવાઇઝ ત્રિ-વાર્ષિક દર્દીઓની સંખયા સાથે જણાવશો. ધી બી.પી. એમ. સી. એકટ૧૯૪૯ અનુસાર શહેરીજનોને રખડતા કૂતરા કરડે અને મહાનગરપાલિકા તેના નિયંત્રણમાં નિષ્ફળ રહે તો તેના માટે કોણ જવાબદાર ગણાય? રખડતા ઢોર ની સમસ્યા ઉકેલવા માટે એનીમલ હોસ્ટેલ બનાવાય છે તેવી રીતે રખડુ કુતરાની સમસ્યા ઉકેલવા માટે ડોગ હોસ્ટેલ બનાવી શકાય? આવી કોઇ વિચારણા કે આયોજન છે? કુતરાની સંખ્યા ઘટાડવા કે સમસ્યાના નિવારણ માટે કોઇ એકશન પ્લાન તૈયાર કરાયો છે?, પાલતુ કુતરાઓનું રજીસ્ટ્રેશન કરવાનો કોઇ કાયદો નિયમો અમલમાં છે? જો હોય તો રાજકોટમાં તેની અમલવારી થાય છે? ડોગ સાથે લઇને વોક કરતા નીકળતા શહેરીજનોના ડોગ રસ્તા પર શૌચક્રિયા કરી ગંદકી ફેલાવે તો માલીકો પાસેથી ગંદકી બદલ દંડ વસુલી શકાય છે કે કેમ? જો હા તો રાજકોટમાં વસુલાય છે?, રાજકોટ મહાપાલિકા રખડુ કુતરુ પકડીને તેનું ખસીકરણ (શ્ર્વાન વ્યંધિકરણ)નું ઓપરેશન કરવાના પ્રતિ કુતરા દીઠ કેટલા રૂપિયા ચુકવે છે?
શ્ર્વાન વ્યંધિકરણ અને રસીકરણનો કોન્ટ્રાકટ કોન. અપાયો છે? તેનુ મુદત કયાં સુધીની છે? છેલ્લે કોન્ટ્રાકટરની ટેન્કર પ્રક્રિયા કયારે કરાઇ હતી? તા. ૧૮-૫-૧૬ થી ૧૮-૫-૧૯ સુધીના છેલ્લા ૩ વર્ષમાં કુલ કેટલાક શ્ર્વાનના વ્યંધિકરણ ઓપરેશન કરાયા અને તેની પાછળ કુલ કેટલો ખર્ચ થયો તે જણાવાશો, શ્ર્વાન વ્યંધિકરણના ઓપરેશન ખરેખર સફળ થાય છે કે નહી તેની કયારેય ચકાસણી કરાઇ છે? જો સફળ થયા હોય તો શહેરમાં કુતરાની સંખ્યા કેમ સતત વધી રહી છે? એનીમલ ન્યુસન્સ ક્ધટ્રોલ બ્ર્રાન્ચ નું સ્ટાફ સેપઅપ જણાવશો તેમાં કેટલી જગ્યાઓ ખાલી છે? વાર્ષિક પગાર ખર્ચ કેટલો છે? તેની સંપૂર્ણ વિગતો આપશો અને રખડુ કુતરાઓના કારણે જાહેર માર્ગો ને શેરીઓમાં ફેલાતી ગંદકી દૂર કરવા સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત મિશન અને સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત શું કાર્યવાહી કરાઇ છે તે માહીતી આપવાની માંગણી કરી છે.