બિલ્ડરો આનંદો…
બિલ્ડરો દ્વારા ઈચ્છીત જીએસટી દર પસંદ કરવા માટેનું ડિકલેરેશન ફોર્મ જમા કરવાની છેલ્લી તા.૨૦ મે, ૨૦૧૯ રાખવામાં આવી
જીએસટી એટલે ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ. આ કાયદો અમલમાં આવવાથી અનેકવિધ તકલીફો અને અનેકવિધ સમસ્યાનો સામનો જે બિલ્ડરોને કરવો પડતો હતો તે હવે નહીં કરવો પડે. જીએસટીનો અમલ થતાની સાથે જ કયાંકને કયાંક સમસ્યાઓ પણ ઉદભવિત થઈ હતી. કારણકે નવી પઘ્ધતિ હોવાનાં કારણે વ્યાપારીઓ તથા બિલ્ડરોને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેમાં સમજણ પડતી ન હતી ત્યારબાદ જીએસટી કાઉન્સીલ દ્વારા અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જેમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે જીએસટી કાઉન્સીલ દ્વારા દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.
સ્ટેટ કોમર્શિયલ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા ડેડલાઈનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેથી રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિલ્ડરોને અંડર ક્ધટ્રકશન પ્રોજેકટમાં રાહત મળી. જીએસટીમાં બિલ્ડરો દ્વારા આપવામાં આવતા પ્રોજેકટ ડિકલેરેશનની તારીખમાં ૧૦ દિવસનો વધારો કરવામાં આવ્યો છે અને તેની છેલ્લી તારીખ ૨૦ મે રાખવામાં આવી છે. રહેણાંક મકાનોની પ્રોપર્ટીમાં જીએસટી કાઉન્સીલ પહેલા ૧૨ ટકાનો દર વસુલતી હતી જે હવે ઘટાડી ઈનપુટ ટેકસ ક્રેડીટ ૫ ટકા રાખી છે જેથી મકાન ખરીદનાર લોકોને પણ અનેકવિધ પ્રકારે ફાયદો થઈ શકશે.
એર્ફોડેબલ હાઉસીંગની જો વાત કરવામાં આવે તો જીએસટી કાઉન્સીલ દ્વારા ઈનપુટ ટેકસ ક્રેડીટની સાથે ૮ ટકાનો દર નકકી કર્યો હતો તેને ઘટાડી કાઉન્સીલ દ્વારા ૧ ટકો રાખવાનો નિર્ધાર કર્યો છે ત્યારે નવા રીયલ એસ્ટેટ પ્રોજેકટ કે જે ૧ એપ્રિલ, ૨૦૧૯ બાદ શ‚ થયા છે તેઓને એર્ફોડેબલ હાઉસીંગમાં ૧ ટકો અને નોન એર્ફોડેબલ હાઉસીંગમાં ૫ ટકાનો દર નિર્ધારીત કરવામાં આવ્યો છે ત્યારે જીએસટી કાઉન્સીલ દ્વારા બિલ્ડરોને પણ ઈચ્છા મુજબનો દર અપનાવી શકે તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી બિલ્ડરોમાં આનંદનો માહોલ પણ સર્જાયો છે.
જીએસટી કાઉન્સીલે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, જે બિલ્ડરો જુના ટેકસને વળગી રહેવા માંગે છે તો તેઓએ ‘એનેક્ષર ફોર્મ નં.૪’ જીએસટી કમિશનરને સુપ્રત કરવાનું રહેશે. આ તમામ પ્રક્રિયા માટેનો સમય સ્ટેટ કોમર્શિયલ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૦ મેનો રાખવામાં આવ્યો હતો પરંતુ તેની છેલ્લી તારીખમાં પણ વધારો કરી ૨૦મી મે રાખવામાં આવી છે. સ્ટેટ કોમર્શિયલ ટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા એ માહિતી મળી રહી છે કે, બિલ્ડરો તેમનું ડિકલેરેશન ફોર્મ જે-તે યુનિટનાં કમિશનરને આપી શકશે.
વધુમાં વાત કરવામાં આવે તો જીએસટી કાઉન્સીલ દ્વારા જે ટેકસ દરમાં ફેરબદલ કરવામાં આવ્યો છે તે માત્ર ને માત્ર ૧ એપ્રિલ, ૨૦૧૯ થી લાગુ પડેલા નવા પ્રોજેકટો અને તે પૂર્વે ચાલી રહેલા પ્રોજેકટો માટે જ ઉપયોગી સાબિત થશે. એર્ફોડેબલ હાઉસીંગની જો વ્યાખ્યા સમજવામાં આવે તો જે કોઈ મકાનનો કાર્પેટ એરિયા ૬૦ સ્કવેર મીટર નોન મેટ્રો સિટીમાં અને ૯૦ સ્કવેર મીટર મેટ્રો સિટીમાં હોય અને જો તેની કિંમત ૪૫ લાખ સુધીની જ હોય તો તે એર્ફોડેબલ હાઉસીંગમાં માનવામાં આવશે.