વેપારીઓ લાયસન્સ મેળવી વેપાર કરવા તલપાપડ
સાયલા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ચાર વરસમાં બીલાડીના ટોપની જેમ આગળ આવેલા વેપારીઓએ લાયસન્સ મેળવીને યાર્ડમાં વેપાર કરવા માટે તલપાપડ થતા જોવા મળતા હતા. જેના કારણે કુલ ૬૨ વેપારીઓ મતદાન કરવા તૈયાર હતા. પરંતુ માકેટીંગ યાર્ડના ચુંટણી અધિકારી સમક્ષ ર૬ વેપારી મતદારોના નામ કમી કરવાની રજુઆત થતા ચુંટણી અધિકારીએ ર૩ વેપારીના નામ મતદાર યાદીમાંથી કમી કર્યા હતા.
આ બાબતે અન્ય વેપારીઓએ ૧પ વેપારીઓ સામે પણ વાંધો રજુ કરતા વધુ ૭ વેપારીના નામ મતદાર યાદીમાં કમી કરાતા અંતે ૩ર વેપારીઓમાં મતદાન કર્યુ હતું. હાઇકોર્ટમાં જુદી જુદી ત્રણ પીટીશન દાખલ થતા વેપારી વિભાગના નામ કમી થયેલા, નામ કમી કરવાના, દાખલ કરવા બાબતોને ઘ્યાને લઇ હાલ પુરતા વેપારીને મતદાન માટે ત્રણ પીટીશન મુજબ પ્રથમ મતપેટીમાં માત્ર ૬ વેપારીને, બીજી મતપેટીમાં પ, ત્રીજી મતપેટીમાં ૭ અને ચોથી મતપેટીમાં ર૭ મતપત્રકોની ગણતરી બાદ સીલબંધ કવરમાં હાઇકોર્ટમાં રજુ કરાયા હતી. હાઇકોર્ટે અધિકૃત કરેલ અધિકારી દ્વારા પ્રસિઘ્ધ કરેલ આખરી મતદાર યાદીમાં સમાવેશ કરેલ મતદારો પૈકી મતદારોના નામ ચાલુ રાખવા સામે દાખલ થયેલ સ્પે. સી.એ. ડીસમીસ કરતા પાંચ મતપત્ર કોની ગણતરી થઇ હતી.
ભાજપ પેનલના દિપકભાઇ સી.શાહ, મોરી જીલુભાઇ બી. જયારે કોંગ્રેસ પેનલના સિંધવ મનુભાઇ એમ અને રાઠોડ પ્રતિાપસિંહ વી. ને વિજેતા જાહેર કરાયા હતા. ખેડુત પેનલમાં કોંગ્રૅેસના બે અને ભાજપના ૬ સભ્યો અગાઉ વિજેતા બન્યા હતા.