વિદેશી શરાબ, કાર અને મોબાઈલ મળી રૂ.૩,૯૬ લાખનો મુદામાલ કબ્જે
શહેરના ગ્રીન લેન્ડ ચોકડી પાસે કારમાંથી ૮૫ બોટલ દારૂ સાથે કેશોદનાં શખ્સને ઝડપી લઈ રૂ ૩.૯૬ લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત કુવાડવા રોડ પોલીસ મથક નજીક આવેલી ગ્રીનલેન્ડ ચોકડીના પૂલ ઉપર બી. ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ મોડી રાત્રે વાહન ચેકીંગ કરી રહ્યો હતો. તે દરમ્યાન જી.જે.૧ કે.એસ. ૨૬૨૨ નંબરની કાર શંકાસ્પદ હાલતમાં જણાતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૮૫ બોટલ મળી આવી હતી.
બી ડીવીઝન પીએસઆઈ વી.કે. ઝાલા, કે.યુ.વાળા હેડ કોન્સ્ટેબલ કે.વી. જાડેજા ડી.એચ. જાડેજાએ એમ રાઠોડ જે.વાય ગોહિલ અને જે.એચ. બોરાણાએ ૮૬૦૦૦ની કિમંતની ૮૫ બોટલ, કાર અને મોબાઈલ મળી રૂ. ૩.૯૬ લાખના મુદામાલ સાથે કેશોદના વેરાવળ રોડ પર આવેલા દેવકૃષ્ણ પાર્ક શેરી નં.૨માં રહેતો દિપક લીલાધર વાછાણી નામના બૂટલેગરને ઝડપી લીધો છે. પીઆઈ બી.જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.કે. ઝાલાએ બુટલેગર શરાબ કોની પાસેથી લાવ્યો હતો કોને સપ્લાય કરવા આવ્યો હતો? વગેરે બાબતની પૂછતાછ હાથ ધરી છે.