કાર્ડિઓલોજી, કેન્સર, ન્યુલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ક્રિટીકલ કેર સહિતનાં વિભાગો અતિઆધુનિક સુવિધાઓથી સજજ: નામાંકિત નિષ્ણાંતોની સેવા થશે ઉપ્લબ્ધ
સૌરાષ્ટ્ર-કચ્છનાં દર્દીઓને ઉતમ સારવાર પુરી પાડવા માટે કુવાડવા રોડ પર ગોકુલ હોસ્પિટલનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. વિવિધ તબીબી શાખાઓમાં બહોળો અનુભવ ધરાવવાની સાથે વર્ષોથી ઉતમ ગુણવતાયુકત સારવાર આપતી ગોકુલ હોસ્પિટલ તેની સેવાઓ વિસતારી રહેલ છે.
આગામી તા.૧૯મી મેને રવિવારનાં રોજ ૧૪-સદગુરુનગર, રણછોડદાસબાપુનાં આશ્રમ પાસે, કુવાડવા રોડ, રાજકોટ ખાતે ગોકુલ હોસ્પિટલનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ઉદઘાટન થશે. આ હોસ્પિટલ કાર્ડિઓલોજી, કેન્સર, ન્યુરોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ક્રિટીકલ કેર તથા અન્ય વિભાગો સાથે અતિઆધુનિક સુવિધાઓથી સજજ છે. હોસ્પિટલનાં નામાંકિત તબીબોની સેવાઓ પ્રાપ્ત થશે.
હોસ્પિટલમાં વિવિધ વિભાગનાં નિષ્ણાંતો જેમાં ડો.પ્રકાશ મોઢા (એમબીબીએસ, ન્યુરોસર્જરી), ડો.તેજસ મોતીવરસ (એમબીબીએસ, એમ.ડી.ક્રિટીકલકેર), ડો.તુષાર ભટ્ટી (એમ બીબી એસ, ડીએનબી (મેડીસીન), કાર્ડિયોલોજી), ડો.જીગરસિંહ જાડેજા (એમબીબીએસ, એમ.એસ.એસ, ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન, ડો.દિગ્વિજયસિંહ જાડેજા (એમબીબીએસ, એમ. ડી. મેડીસીન, ક્રિટીકલ કેર), ડો.ગીરીશ અમલાણી (એમબીબીએસ, એમ.એચ, પ્લાસ્ટીક સર્જરી), ડો.હિમાંશુ પરમાર (એમ બીબી એસ, એમ. એસ. ઓર્થોપેડીકસ, સ્પાઈન સર્જન), ડો.તેજસ કરમટા (એમબીબીએસ, એમ. ડી (મેડીસીન), ક્રિટીકલ કેર, ડો. ઉર્મિલ પટેલ (એમબીબીએસ, ઓર્થોપેડીકસ) વગેરે જેવા તબીબો પોતાની સેવા આપશે.
આ ઉપરાંત અન્ય વિભાગોમાં ડો.કૌશિક પટેલ, ડો. તુષાર બુધવાણી, ડો.અચલ સરડવા, ડો.દુષ્યંત સાંકળીયા, ડો. જીગર ડોડીયા, ડો.અકિંત વસોયા, ડો.નિરવ વાછાણી, ડો. હિરેન વાઢીયા, ડો.ભરત વડગામા, ડો.મેજર રામક્રિષ્ના, ડો.અંકિત માકડીયા, ડો.હિરેન ભલગામીયા, ડો.વિરલ સંઘવી, ડો.કાર્તિક સુતરીયા, ડો. હિરેન મોર વગેરે ડોકટર દર્દીઓને ઉતમ સારવાર પુરી પાડશે. સૌરાષ્ટ્ર-કચ્છનાં દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે ઉપરોકત નિષ્ણાંતોની ટીમ કાર્યરત છે.