અગ્નિસ્નાન કરી દોડાદોડી કરતી પરિણીતા બે માસુમ બાળકી પર પડતા દાઝતા બચાવવા જતા પતિ સહિત છ દાઝયા
જસદણના પાવર હાઉસ પાસે રહેતા કોળી પરિવાર કારમી મોઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવા પરિણીતાએ કેટરર્સના કામે જવા બાબતે પતિ સાથે થયેલા ઝઘડાના કારણે અગ્નિસ્નાન કરી દોડધામ કરતા બે માસુમ બાળકી, પતિ અને નણંદ તેમજ સસરા દાઝતા તમામને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગંભીર રીતે દાઝેલી પરિણીતાનું મોત નીપજ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણના પાવર હાઉસમાં રહેતી દયાબેન વિપુલભાઇ ભેસજાળીયા નામની ૨૬ વર્ષની કોળી પરિણીતાએ મોઘવારીના કારણે કેટરર્સના કામે જતી ત્યાં કામે આવતા રાજસ્થાની શખ્સના પરિચયમાં આવતા રાજસ્થાની શખ્સ સાથે મોબાઇલમાં વાત કરતી હોવાતી દયાબેનને કામે જવાની ના કહેતા પતિ વિપુલ સાથે ઝઘડો થતા વિપુલ ભેસજાળીયાએ પોતાના સાસુને ફોન કરી તેની પુત્રીને સમજાવવા જણાવતા દયાબેને પોતાના પતિના હાથમાંથી મોબાઇલ ઝુટવી તોડી નાખતા ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો.
રોષે ભરાયેલી દયાબેને પોતાના શરીરે કેરોસીન છાંટી દિવસાળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝતા રૂમની બહાર નીકળી દોડાદોડ કરતા ઓસરીમાં સુતેલી પોતાની છ વર્ષની પુત્રી કાવ્યા, નણંદ આરતીબેનકલ્પેશભાઇ ધાધલ, તેની ચાર વર્ષની પુત્રી જાનવી, સસરા પાંચાભાઇ ભેસજાળીયા પર પડતા તમામ દાઝયા હતા. મકાનમાં અચનાકન જ અગ્નિકાંડ ખેલાતા તેને બચાવવા પતિ વિપુલ ભેસજાળીયા વચ્ચે પડતા તે પણ દાઝતાં તમામને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગંભીર રીતે દાઝેલી દયાબેન ભેસજાળીયાનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.