સામુહિક-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ જાગૃતિ દિવસની ઉજવણી
પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા રાજકોટ જિલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો-૧૩, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-૫૪ તેમજ અર્બન હેલ્થ સેન્ટરો-૯, સબસેન્ટરો-૩૪૪ અને તેમના સેજાના ગામો-૫૯૮માં રાષ્ટ્રીય ડેન્ગયુ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવેલ. દર વર્ષે દુનિયામાં લગભગ ૧૦ કરોડ લોકો ડેન્ગ્યુ અથવા ડેન્ગ્યુ તાવના શિકાર થાય છે. ભારતમાં દર વર્ષે ઘણાં લોકોના ડેન્ગ્યુનાં તાવથી મૃત્યુ પામે છે. આપણને રોજ સમાચાર પત્ર અથવા ટી.વી. ચેનલ પર ડેન્ગ્યુ તાવનો આતંક જોવા મળે છે. ડેન્ગ્યુ તાવ એક વાયરલ બિમારી છે. ડેન્ગ્યુ તાવ માદા એડીસ-ઈજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે, આ મચ્છરો દિવસે જ કરડે છે. ડેન્ગ્યુ તાવ હવા, પાણી સાથે ખાવાથી કે અડવાથી ફેલાતો નથી.
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયાનાં માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કતિરા અને જિલ્લા મેલેરિયા અધિકારી જી.પી.ઉપાધ્યાય તથા આરોગ્ય વિભાગની ટીમએ ડેન્ગ્યુ તાવ વિશે ઉપર મુજબ લાભાર્થીઓ તથા લોકોને ડેન્ગ્યુ અંગેની જનજાગૃતિ આપી ઉજવણી કરવામાં આવેલ છે.