નીચેની કોર્ટે મંજૂર કરેલી રકમ સામે મૃતકના પરિવારે અપીલ કરી’તી: કુલ ‚રૂ.૬.૧૦ લાખ વળતર ચૂકવવા આદેશ
રાજકોટ-મોરબી માર્ગ પર ટ્રેકટર અને એસટી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટ્રેકટર ચાલકનું મોત નિપજતા આ બનાવમાં મૃતકના વારસોને મોરબીની અદાલતે ‚રૂ.૩.૮૨ લાખ વળતર મંજૂર કરતા જેની સામે હાઈકોર્ટમાં કરેલી અપીલ મંજૂર કરી વધુ ૨.૨૮ લાખ ચૂકવવા હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ મોરબી ખાતે રહેતા ધરમશીભાઈ ત્રિકુભાઈ ટ્રેકટર લઈને રાજકોટ-મોરબી માર્ગ પર પસાર થઈ રહ્યાં હતા.
ત્યારે એસટી બસે ટ્રેકટરને હડફેટે લેતા જેમાં ધરમશીભાઈનું મોત નિપજયું હતું. આ બનાવમાં મૃતકના વારસોએ મોરબીની અદાલતમાં અકસ્માત ‚રૂ.૬ લાખનું વળતર મેળવવા કરેલી માંગમાં અદાલતે .૩.૮૨ લાખ મંજૂર કર્યું હતું જે હુકમથી નારાજ થઈ મૃતકના વારસોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી જે અપીલની સુનાવણી પૂર્ણ થતા હાઈકોર્ટે વધુ ‚રૂ.૨.૨૮ લાખ અરજીની તારીખથી મંજૂર કર્યા છે. આથી મૃતકના વારસોને કુલ ‚રૂ.૬.૧૦ લાખનું વળતર મળશે.
આ કેસમાં હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પી.આર.દેસાઈ અને મોરબી કલેઈમ ટીબ્યુનલમાં નિલેશ પંડયા રોકાયા હતા.