મુખ્યમંત્રી રૂપાણી પર સંત લાલબાપુએ આશિર્વાદ વરસાવ્યા
સંત શિરોમણી લાલબાપુ છેલ્લા ૪૭ વર્ષથી શ્રી ગાયત્રીની સાધનામાં સંપૂર્ણ પણે રત છે. ફેબ્રુઆરી ૨૦૧૬માં અહી ૫૫૧ કુંડીના ભવ્ય અને વિશાળ ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયેલ લાલબાપુના હૃદયમાં સદાય જીવમાત્ર પ્રત્યેની અનુકંપા અને કલ્યાણની ભાવના રહી છે. આશ્રમની પાસે આવેલ વેણુ ૨ ડેમમાં ચાલતી માછીમારીની પ્રવૃત્તિથી તેમના આત્માને ખૂબજ દુ:ખ થતુ હતુ લાલબાપુની લાગણીને ગુજરાત પ્રદેશ ભાજપ બૌધ્ધિક સેલના સંયોજક જયેશ વ્યાસ દ્વારા વિજયભાઈ ‚પાણીને રજુઆત કરાતા તેઓએ લાલબાપુની આ લાગણીને પૂર્ણ આદર સાથે આ અંગે ત્વરિત નિર્ણય કરી માછીમારી પ્રતિબંધિત કરવા માટે આદેશ આપ્યો હતો. લાલબાપુને ગુજરાતનાં મુખ્યમંત્રીએ લીધેલ આ અહિંસાને અનુમોદન આપતા અત્યંત ઝડપી નિર્ણયની જાણ દોલુભગત દ્વારા પહોચાડવામાં આવી ત્યારે છેલ્લા ૧૧ માસથી સંપૂર્ણ એકાંતવાસમાં સતત સાધનામાં લીન લાલબાપુ અને રાજુભગત દ્વારા હર્ષની લાગણી વ્યકત કરી મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને અંતરનાં ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવ્યા છે. અને અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી ‚પાણીનું સન્માન કરવાનું નકકી કરાયું છે.
માછીમારી પ્રતિબંધીત કરવાની રજુઆતમાં ઉપલેટા તાલુકાના તમામ ગ્રામવાસીઓ તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો તથા હોદેદારોએ સમર્થન આપ્યું હતુ જેમાં ગધેથડ, નાગવદર, મેખાટીંબી, રાજપરા, ચરેલીયા, ખારચીયા, જાર, રબારીકા તેમજ વરજાંગ જાળીયાની નવ ગ્રામ પંચાયતોએ આ શુભકાર્યમાં સહકાર આપેલ છે તે માટે લાલબાપુના શુભાશિષ સૌને પાઠવ્યા છે.