તંત્રના આગોતરા આયોજનના અભાવ અને ક્લાઇમેટ ચેન્જ વાવણીથી લઇને પાકની ગુણવત્તા અંગે ખેડૂતોને ચિંતા

સિંચાઇની અપુરતી વયવસ્થા અને ક્લાઇમેટ ચેન્જને લઇ ઉનાળુ પાકના વાવેતરમાં ઘટાડો

ગત વર્ષે રાજયમાં ઓછો વરસાદ પડયો હોવાના કારણે તથા તંત્રના આગોતરા આયોજનના અભાવે ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની તંગી ઉઠવા પામી છે. પાણીની તંગીની ફરિયાદો રાજયમાં પીવાના તથા ખેડુતોને સિંચાઈ માટે પાણી આપવું એ અતિ મુશ્કેલરૂપ બાબત છે. હવામાન ખાતાએ આ વર્ષે ભારતમાં ૯૬ ટકા જેવો સરોરાશથી નબળો વરસાદ પડવાની સંભાવના વ્યકત કરી છે. પરંતુ, કલાઈમેટચેન્જના કારણે વરસાદ અણધાર્યા વરસતો હોય ઉનાળાના પ્રારંભે પાણીની તંગી સર્જાય છે. ગત વર્ષે પડેલા ઓછા વરસાદના કારણે ચોમાસા આડે ગણતરીના દિવસો જ બાકી હોવા છતા ખેડુતોને વાવણી કરવા માટે જરૂરી થોડા પાણીની તંગી વર્તાય રહી છે. પાણી માટે ફાંફા મારવાની સ્થિતિ ઉભી થવા પામી છે.

ભારતીય હવામાન ખાતાએ તાજેતરમાં આગામી ચોમાસુ લાંબા ગાળાના વર્ષોમાં પડેલા વરસાદના સરેશ કરતા ૯૬ ટકા જેવો રહેવાની સંભાવના વ્યકત કરી છે. ચોમાસાના આ નબળા વર્તારાના કારણે અને સતત બીજુ વર્ષ નબળુ રહેવાની સંભાવનાથી જગતના તાત ગણાતા ખેડુતો ચિંતિત થઈ જવા પામ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ચોમાસુ અકે અઠવાડીયું મોડુ ૬ જૂનથી કેરળમાંથી પ્રવેશશે ત્યારબાદ ધીમેધીમે ગુજરાતમાં પ્રવેશશે જેથી, ગુજરાતમાં પણ એક અઠવાડીયું મોડુ ચોમાસુ આવશે જેથી રાજયમાં અનેક વિસ્તારોમાં ઉભી થયેલી દુકાળની સ્થિતિને ધ્યાનમાં લઈને રાજય સરકારે ૧૧ જિલ્લાનાં ૯૬ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે એક અઠવાડીયું ચોમાસુ મોડુ આવવાથી આ સ્થિતિ વધુ કથડે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે.

આ અંગે ખેડુત એકતા મંચના સાગર રબારીએ જણાવ્યું હતુ કે રાજયના અનેક જળાશયોમાં તળીયા દેખાઈ રહ્યા છે.જેથી આ વર્ષે સમયસર અને ભારે વરસાદની જરૂરીયાત છે. રાજયમાં કપાસની વાવણી સામાન્ય રીતે મે માસના અંતમાં કરવામાં આવે છે. તેની વાવણી માટે સિંચાઈનું પાણી જોઈએ પરંતુ હાલમાં પીવાના પાણીની તંગી સર્જાઈ રહી છે. ત્યારે ખેડુતોને સિંચાઈ માટે રાજય સરકાર પાણી કયાંથી આપી શકશે? તે મોટો પ્રશ્ર્ન છે. તેથી જો વરસાદમા વધારે વિલંબ થશે તો પાક વાવણીના ચક્ર અનિયમિત થવાનીખેડુતોને ભારે નુકશાની થશે વરસાદમાં વિલંબના કારણે પાકની ગુણવતા અને જથ્થા પર પણ સીધી અસર થાય છે.

એક ખેડુત આગેવાને જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રના મુખ્ય પાક એવા મગફળીના પાક માટે ફૂલોના તબકકામાં પાણીનું ખૂબ મહત્વન છે. જે સામાન્ય રીતે વાવણી પછી ૪૫ દિવસ પછી આવે છે. જો અપૂરતો વરસાદ પડે તો મગફળીના ફૂલ મુરઝાઈ જવાના કારણે યોગ્ય પાક થતો નથી. જેથી વાવણી થયાના ૪૫ દિવસમાં સારામાં સારો વરસાદ જરૂરી છે. આજ રીતે કપાસના પાકનાં કિસ્સામાં પણ બને છે. તેમ ઉમેર્યુ હતુ. તેથી જ કલાઈમેટ ચેન્જના કારણે પણ પાકને ભારે નુકશાન થવાથી દેશને આર્થિક નુકશાન ભોગવવી પડે છે.

યુનો દ્વારા પ્રસિધ્ધ કરાયેલા ગ્લોબલ એસેસમેન્ટ રિપોર્ટ જીએઅરમાં ડિઝાસ્ટર રિસ્ક રિડકશન એટલે કે પર્યાવરણ સંબંધી આપતિઓનું ઓછશમાં ઓછુ નુકશાન કેવી રીતે થાય તે અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કરાયો છે. જીનીવામાં થયેલા આ પ્રેઝેન્ટેશનમાં વિશ્ર્વના બદલતા જતા હવામાનની આડ અસરો આર્થિક ક્ષેત્રમાં કેવી અસર થાય છે તેના ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં એશિયા અને પ્રાંત દેશોમાં સૌથી વધુ પર્યાવરણના બદલાવાની અસર થાય છે જેમાં ભારત, કોરિયા ચીન અને જાપાન જેવા દેશોનાં અર્થતંત્રને કલાઈમેટ ચેન્જથી ૪૦% જેટલુ નુકશાન થતુ હોવાનું જણાવાયું છે.

જીનીવામાં યોજાયેલ આ સેમીનારમાં સરકારી, ખાનગી અને સ્વૈચ્છીક સંસ્થાઓના ૫૦૦૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભારત તરફથી વડાપ્રધાન સચિવ પી.કે.મીશ્રા ઉપસ્થિત રહ્યા હતા કલાઈમેન્ટ ચેન્જ, પ્રદુષણ, જૈવીક કચરોની સાથે સાથે કુદરતી આફતોમાં પૂર, ભુસખલન, ધરતીકંપ જેવા પરિબળોના કારણે અર્થતંત્રને મોટુ નુકશાન થાય છે. અને રાષ્ટ્રના વિકાસમાં પણ ૪૦%ની અસર કરે છે.તેમ જણાવાયું હતુ

બદલતા જતા હવામાન અને ઉભી થતી વિષમ પરિસ્થિતિનાં કારણે આર્થિક નુકશાન અને મૃત્યુ દર વાસ્તવીકમાં મળેલા આંકડાઓથક્ષ ખૂબ વધારે પણ હોઈ શકે છે. આ અહેવાલમાં કલાઈમેન્ટ ચેન્ના પડકારોને પહોચી વળવા નવી વ્યવસ્થાને તેના માટે ખાસ ભંડોળ ઊભુ કરવાની જરૂરીયાત અંગે ભારતના રાષ્ટ્રીય ડીઝાસ્ટર મેનેજમેન્ટના કમલકિશોરે પોતાના વકતવ્યમા જણાવ્યું હતુ.

તાજેતરમાં ત્રાટકેલા ફેની વાવાઝોડાએ મોટુ નુકશાન પહોચાડયું હતુ ૧૨ લાખ લોકોને સલામત સ્થળે પહોચાડીને મૃત્યુ દર નિવારી શકાયો હતો ૧૯૯૯માં આવા જ તોફાન વખતે ૧૦ હજાર મૃત્યુ થયા હતા આ વખતે ટેકનોલોજીનાં ઉપયોગ અને વ્યવસ્થાથી ભારતે વાવાઝોડા દરમિયાન સંભવીત મૃત્યુદરમા ૯૬% જેટલો ઘટાડો કરી શકાયો હતો.

કુદરતી આપતીઓથી અર્થતંત્રને મોટુ નુકશાન થાય છે તેના માટે સુંદર માળખાકીય સુવિધાઓ અને સુઝબુઝથી કાર્યવાહી કરવી જોઈએ ભારત હજુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સામે સારી રીતે લડત આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. વૈશ્ર્વીક ધોરણે આવતી કુદરતી આફતો અર્થતંત્રને નુકશાન કરે છે.ભારતનું અર્થતંત્ર કુદરતી આપત્તીઓનાં કારણે વધુ નુકશાન વેઠે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.