જામનગર મહાનગરપાલિકાના ફુડ શાખાએ ૧૦ ખ્યાતનામ હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકીંગમાં વાસી ખોરાક મળી આવતા નાશ કર્યો હતો. ફુડ શાખા દ્વારા સાધના કોલોની, રણજીતસાગર રોડ પરથી લાલપુર બાયપાસ સુધીમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકીંગ કામગીરી કરી હતી.
જેમાં સાધના કોલોનીમાં આવેલ એવન ફાસ્ટ ફુડમાં ભાત ૩ કીલો, નુડલ્સ એક કીલો, સંભાર પ કિલો વાસી મળતા નાશ કર્યો તથા પટેલ પાર્ક પાસેથી માલધારી ડી.હોટલ, ગ્રીન સીટી સામેની યોગી ફુડસ, ઝાયકા રેસ્ટોરન્ટમાં ૪ કિલો બટેટા, ભાત, બોઇલ્ડ, શાકભાજી ગ્રેવી, કાબુલી ચણા પ કીલો મળી કુલ ૯ કિલો વાસી ખોરાકનો નાશ તથા ગી્રનસીટી પાસે પરિવાર રેસ્ટોરન્ટમાં બોઇલ્ડ વેજી ર કિલો, ડ્રેગન પોટેટો એક કિલો, મચુરીયન ૧ કિલો, ભાત ર કિલો, નુડલ્સ એક કિલો, કાંદાભાજી એક કીલો, ટમેટો સોસ બે કિલો, વટાણા એક કિલો મળી ૧૧ કીલો વાંસી ખોરાક મળ્યો ઉપરાંત એક કિલો મળી ૧૧ કિલો વાંસી ખોરાક મળ્યો ઉપરાંત સુભાષ પાર્ક સામે આવેલ ભોલા પંજાબી ધાબામાં મચુરીયન કલરયુકત ૧૦ કિલો, આરો ૧ કિલો, નુડલ્સ ર કિલો, બોઇલ વેજી-૩ કીલો, ભાત ર કિલો કાંદાભાજી ૩ કિલો, દાળ ૧ કિલો મળી કુલ ર૩ કિલો વાસી ખોરાકનો નાશ તથા કંસારા હોલ પાસેની રોયલ ટેસ્ટ રેસ્ટોરન્ટ શાંતિ હોટલ લાલપુર બાયપાસ કાલાવડ તરફ સપના ગાર્ડન રેસ્ટોરન્ટ લાલપુર બાયપાસ પીટર ઝોન પીઝા ગ્રીન સીટીમાં ચેકીંગ હાથ ધરી વાસી ખોરાકનો નાશ કર્યો હતો.