મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિતમાં પાલિકા સદસ્ય ઉપરાંત લઘુમતી સમાજના આગેવાનો સહિતના લોકોએ કેસરીયો ખેસ ધારણ કર્યો
રાજકોટ જિલ્લાની નાવડાી ઉપલેટા બ્લક પાઈપ લાઈન યોજનાની લોકાર્પણ વિધિ તા ઉપલેટાી કુતિયાણા, રાણાવાવ સુધીની પાઈપ લાઈન યોજનાના ઉદ્ઘોષણા સમારંભ દરમિયાન જેતપુર નગરપાલિકાના સદસ્યો, લઘુમતી સમાજના આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો સહિત જામકંડોરણા તાલુકા પંચાયતના સદસ્યો અને મામા-દાદા મહિલા મંડળ જેતપુરના તમામ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાઈ ગયા હતા. અને મુખ્યમંત્રી વિજય ‚પાણીના હસ્તે કેશરીયો ખેસ પહેર્યો હતો.જેમાં ચંદ્રેશભાઈ વીછી, ભાવનાબેન ખાચરીયા, હિતેશ કંડોરીયા, ચેતનાબેન પારઘી, વિજયભાઈ વ્યાસ, કમલેશભાઈ પંડયા સહિત અપક્ષના ૧૦ સદસ્યો ભાજપમાં જોડાયા હતા. માજી સદસ્ય રાજેશભાઈ વેકરીયા, માજી સદસ્ય નિતીનભાઈ વાછાણી, માજી સદસ્ય સામતભાઈ સાંજવા, જેતપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ કંચનબેન ચાવડા ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.