ફેસબુકનાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને ‘વર્સ્ટ ડ્રેર્સ્ડ મેન’ એવોર્ડથી સન્માનિત કરાયા હતા
વિશ્ર્વ આખું ફેસબુક એપ્લીકેશન પર જોવા મળી રહ્યું છે. લોકો તેમનાં નાનામાં નાના કાર્યો તેમનો નાનામાં નાનો વિચાર ફેસબુક ઉપર પોસ્ટ કરતાં હોય છે ત્યારે ફેસબુકનાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને એવી અનેક અનકહી વાતો છે જેનાથી લોકો પૂર્ણતહ અજાણ છે. માર્ક ઝુકરબર્ગ પ્રથમ વખત તેમની પત્ની પ્રીશીલાને વોશરૂમની બહાર મળ્યો હતો. જયારે માર્ક ઝુકરબર્ગ દ્વારા આશરે ૨.૨ કરોડ રૂપિયા તેમની અને તેમના પરીવારની સુરક્ષા પાછળ ૨૦૧૮માં ખર્ચવામાં આવ્યા હતા.
માર્ક ઝુકરબર્ગે ૧૨ વર્ષની જ વયમાં જયુકનેટ નામનો મેસેજીંગ પ્રોગ્રામનું નિર્માણ કર્યું હતું જેમાં તેને એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. સાથો સાથ તેનાં પેટ કે જે હંગેરીયન શીપ ડોગ પ્રજાતીનું છે જે ૨ મિલીયનથી વધુ લોકોએ તેને લાઈક આપી છે. મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો માર્ક ઝુકરબર્ગ કલર બ્લાઈન્ડથી પીડાઈ રહ્યો છે જેને લાલ અને લીલા કલરમાં વાંધો આવે છે અને તે રતાંધળો હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે તેને ફેસબુકનો કલર બ્લુ રાખ્યો હતો અને પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, બ્લુ કલર સૌથી રીચેસ્ટ કલર છે.
વધુમાં માર્ક ઝુકરબર્ગ હિબ્રુ ફ્રેન્ચ લેટી અને પૌરાણીક ગ્રીક ભાષામાં સંવાદ કરી શકે છે. આ કળા અન્ય લોકોમાં જોવા મળતી નથી. માર્ક ઝુકરબર્ગે પોતાનાં ઈન્ટરવ્યુમાં જણાવતાં કહ્યું હતું કે, તે ખુબ જ વ્યસ્ત રહેતો હોવાથી તે હરહંમેશ પોતાનો સમય બચાવવા ગ્રે કલરનું પહેરે છે જેથી ફેશન મેગેઝિન દ્વારા તેને વર્સ્ટ ડ્રેર્સ્ટ મેનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો તો આના જેવી એવી અનેકો વાત છે જેનાથી લોકો પૂર્ણતહ અજાણ છે.