માસિક ભાડા પેટે જરૂર હોય તેમ કરી કાર લઇ ગયાં
ધ્રાગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા ભરતભાઇ મેવાડા દ્વારા પોતાની બોલેરો કાર કંપનીને માસિક ભાડા ષેટે જરુર હોય જેથી તેઓની બોલેરો કારને ગઠીયાઓ ખોટી કંપનીનુ નામ આપી ઉઠાવી ગયાની લેખીત ફરીયાદ તાલુકા પોલીસ સ્ટેશને અપાઇ છે.
જેમા મળતી વિગત અનુશાર ધ્રાગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા મેવાડા ભરતભાઇ રણછોડભાઇ પાસે પોતાની બોલેરો કાર નંબર ૠઉં ૧૩ અઠ ૩૬૨૩ વાળી હોય અને ગત દિવસો દરમિયાન પોતાના સબંધી મારફતે કેટલાક શખ્સો ભરતભાઇ મેવાડા પાસે આવી પોતે “ઇન્ડાસ ટાવર” નામક કંપનીમા હોવાની ઓળખાણ આપી ત્રણથી ચાર જેટલા શખ્સો દ્વારા ભરતભાઇની બોલેરો કંપનીમા ભાડા પેટે જરુર હોવાથી માસિક ભાડા ૨૦હજાર પેટે માંગણી કરેલ જ્યારે ભરત મેવાડા દ્વારા બોલેરો કારને ભાડાપેટે આપી ભાડાખત કરવાનુ કહેલ ત્યારે કહેવાતા કંપનીના એજન્ટો દ્વારા થોડા દિવસમા જ ભાડાખત કરી આપવાનુ કહી બોલેરો કાર ત્યાથી લઇ ગયેલ આ ઘટનાના દશેક દિવસ બાદ ભરતભાઇ મેવાડા દ્વારા ફરીથી પોતાના મોબાઇલ ફોનથી બોલેરો કાર લઇ ગયેલા કંપનીના એજન્ટને ફોન કરી ભાડાખત કરવાનુ જણાવતા એજન્ટ દ્વારા બોલેરો કારનુ ભાડાખત નહિ થાય અને તેઓ પોતાની બોલેરો કારને ભુલી જવાનુ કહેતા ભરતભાઇ મેવાડા પોતે છેતરપિંડીનો શિકાર થયા હોવાનુ જણાતા તાત્કાલિક ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ કરવા માટે જઇ લેખિત ફરીયાદ આપેલ ગત ૮મેના રોજ લેખીત ફરીયાદ અાપવા છતા હજુસુધી સ્થાનિક પોલીસ દ્વારા કોઇ કાયઁવાહી કરેલ નથી જ્યારે આ બાબતે ભરતભાઇ મેવાડા દ્વારા જણાવેલ કે “ઇન્ડાસ ટાવર” નામક કંપનીનુ નામ આપી ત્રણથી ચાર શખ્સો દ્વારા રાજ્યના અનેક શહેરોમા કેટલાય લોકોની કાર ઉઠાવી ગયા છે.
હાલ પોતાની કાર તપાસ કરતા ભાવનગર ખાતે હોવાનુ જાણવા મળ્યુ છે પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા ફરીયાદ નહિ કરતા તથા કોઇજાત કાયઁવાહી અને સપોટઁ નહિ કરતા આ કાર ઉઠાવી જનાર એજન્ટો ખુલ્લેઆમ ફરે છે અને હજુ પણ પોતે અન્ય લોકોને એક બાદ એક શિકાર બનાવી કાર ઉઠાવી જાય છે”. ત્યારે રાજ્યના અનેક શહેરોમા આ રીતે ખોટી કંપનીનુ નામ આપી કાર માલિકો પાસે ભાડે કાર મુકવાનુ બહાનુ કાઢી કાર ઉઠાવી જનાર ટોળકી પર ફરીયાદ દાખલ કરી આ ચોર ટોળકી પોલીસના સકંજામા ક્યારે આવશે તે જોવુ રહ્યુ.