‘બહેન સૌની લાડકી’ બે ટીનએજર્સ વચ્ચે બહેનને લઈ થયેલો હળવી શૈલીનો રસપ્રદ સંવાદ: સાંઈરામ દવે
હાસ્ય કલાકાર અને શિક્ષણવિદ સાંઈરામ દવે લિખીત પ્રસંગકથા ‘બહેન સૌની લાડલી’ પાઠ ધો.૧૦ના ગુજરાતીના પાઠયપુસ્તકમાં ભણાવવામાં આવશે. આ સિદ્ધિ અંગે વિસ્તૃત જાણકારી આપવા સાંઈરામ દવે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
આ તકે તેમણે કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી મહારાષ્ટ્રમાં ધો.૪ના પાઠયપુસ્તકમાં મારી કવિતા ભણાવવામાં આવે છે. હવે ગુજરાતના ધો.૧૦માં ખારો પાઠ ભણાવાશે. ગુજરાત સરકારના પાઠયપુસ્તકવતી ધો.૧૦માં ‘બેન સૌની લાડલી’ નામનો મારો પાઠ સ્વીકારવામાં આવ્યો તે મારા માટે આનંદની વાત છે.
આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના ઘરોમાં એક જ દિકરો છે. તેમાં કોકને બહેન નથી અથવા તેની સંવેદના નથી. એવા એટલા બધા ખાનદાન છે. જેમને દિકરીની જ‚ર નથી લાગતી અથવા છે પણ નહી તો એની શું સંવેદના હોય તેને મે લાઈટ વેઈટ મુડમાં લખ્યું છે.
ધ્રુવ અને ધર્મ નામના મિત્રો વાત કરતા હોય અને ધર્મને બેન હોય તથા ધ્રુવને બહેન ન હોય. આ બંન્ને ટીનએજર્સ વચ્ચે થયેલો વાર્તાલાપ-પ્રસંગકથા ધો.૧૦માં પસંદ કરવામાં આવી છે મને તે વાતનો ખુબ રાજીપો છે. આ પાઠના વિચાર અંગે તેમણે કહ્યું હતું કે મારે બહેન નથી, અમે ત્રણ ભાઈઓ છીએ. ઉપરાંત મારે દિકરી પણ નથી. મારા બે દિકરા છે. અમે જોઈન્ટ ફેમીલીમાં રહી છીએ. મારા દિકરાઓનું એટેચમેન્ટ મારા નાનાભાઈની દિકરીઓ સાથે છે. આ પાઠમાં મારા દિકરાની જ સાચી વેદના લખી છે. બહેન ન હોય તેની માનસિકતા શું હોય તેવું પાઠમાં દર્શાવાયું છે.
બહેન ન હોય તે ચીડીયો થાય છે અથવા ટેકનોલોજી-ગેજેટનો ગુલામ બની જાય છે. તે આજે આપણે જોઈએ છીએ. મારા દિકરા અને નાના ભાઈનું વર્તન જોઈ અને આ પાઠ લખવાની પ્રેરણા મળી નાની ઉંમરમાં મળેલી આ સફળતા અંગે તેમણે કહ્યું હતું કે, ધો.૧૦માં સુનિલાલ મડીયા, વિનોદ ભટ્ટનો પાઠ છે, ઉમાશંકર જોષીની કવિતા છે આ ઈન્ડેક્ષમાં સાંઈરામ દવેનું નામ આવવું તે પણ એક મોટું અચીવમેન્ટ છે. મારા માટે આ પળ રાષ્ટ્રપતિ એવોર્ડી ઓછી ની. હું મારી જાતને ખુબજ ખુશનસીબ સમજું છું. હવે મારી જવાબદારી વધી છે.
સમાજને પ્રેરણા મળે તેવા ઘણા પાઠ લખવાના શે. આજની નવી પેઢી માટે વિવિધ પાઠ લખવાની ઈચ્છા તેમણે વ્યકત કરી હતી. માં સિવાયની દરેક ીને ટીનએજર્સ આઈટમ ગર્લની જેમ જુએ છે તેવા કાળમાં બહેનની સંવેદનાનું જતન કરવામાં નહીં આવે તો જેમ ઘણી સંવેદના ગુમાવી તેમ આ સંવેદના પણ ગુમાવી પડશે.
રક્ષાબંધન માત્ર એક ટીપીકલ ફીલ્મનો તહેવાર બનીને રહી જશે. યંગસ્ટરોમાં અંગ્રેજીના ક્રેઝ અને ઘટતા વાંચન અંગે તેમણે કહ્યું હતું કે, ઈંગ્લીશ મિડીયમનો ક્રેઝ વાયરસની જેમ ફેલાયો છે. અંગ્રેજી એક ભાષા છે. તેને ભગવાન ન બનાવો.
તેમણે ‘અબતક’ના માધ્યમી વાલીઓને અપીલ કરી હતી કે, અંગ્રેજી એક ભાષા છે તેને ભગવાન ન બનાવો જો તેને ભગવાન બનાવશો તો તમારા ૩૩ કરોડ દેવતાઓની એક પણ પ્રત્યે બાળકને ગૌરવ નહીં રહે, શ્રધ્ધા નહીં રહે, દુનિયાના તમામ દેશોમાં પ્રામિક શિક્ષણ માતૃભાષાના જ હોય છે. માતૃભાષામાં જ ટેલેન્ટ નિખરે છે. તેવું વાલીઓએ સમજવું જોઈએ. દેખાદેખીના કારણે અંગ્રેજી ભાષાનો ક્રેઝ હોવાનું તેમણે અંતમાં કહ્યું હતું