દર વખતે કોન્ટ્રાકટરને દંડ ફટકારી અધિકારીઓને છાવરી લેવાની ભુંડી ભૂમિકા
શહેરનાં વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ પર વિવેકાનંદનગરમાં તા.૨૧/૩/૨૦૧૯ ધુળેટીનાં દિવસે ૧૨ કલાક પાણી વિતરણ ચાલુ રહી તા.૨૨/૩/૨૦૧૯ અને તા.૨૩/૩/૨૦૧૯નાં સવારે ૪:૩૦ કલાકે બે દિવસ પાણીનું ટીપુ ન આવેલ જેથી ગજુભાએ સ્થળ પર જઈ તપાસ કરી તો સત્ય વિગતો જણાતા ગંભીર બાબત હોય સવારે ૪:૩૦ કલાકે કમિશનર કે સીટી ઈજનેરને ફોન કરવાને બદલે છેક ૯ કલાકે પણ ફોન રીસીવ કરેલ નહીં અને બે દિવસથી પાણી માટે વલખા મારતા લોકોને પાણી મળે તે માટે કોલ સેન્ટરમાં તાત્કાલિક તા.૨૩/૦૩ના ૧૯૦૩૭૬૭૨થી ફરિયાદ કરી ત્યારે તો તંત્રવાહક ઉંઘમાંથી જાગ્યા અને બે દિવસ સુધી પાણી વિતરણ ન થયું અને ૧૨ કલાક પાણી વેડફાટ થયો તેની જાણ થઈ.
એ.સી.ચેમ્બર્સમાં બેસી પાણી બચાવોની મીટીંગોમાં વ્યસ્ત રહેતા અધિકારીઓ અને કોન્ટ્રાકટર કમિશનર, મેયર, મુખ્યમંત્રીનાં પાણી બચાવોના અભિયાનમાં કેટલા બેદરકાર છે તે કોંગ્રેસ પ્રવકતાની પાણીના વેડફાટ અને બેદરકારીની પોલ ખુલ્લી થઈ હતી. તત્કાલીન મેયર ડો.જૈમનભાઈનાં વોર્ડ નં.૧૪માં ઝાલાએ ૩૦૦૦,૫૦૦૦,૧૦,૦૦૦,૧૦,૦૦૦ લાખનો કોન્ટ્રાકટરને દંડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને હવે વોર્ડ નં.૧૬માં ૫૦૦૦નો દંડ સહિત કુલ ૫ વખત પેનલ્ટી કરાવી.
આશ્ર્ચર્યની બાબત તો એ છે કે દરેક વખતે કોન્ટ્રાકટરો જ દંડાયા અધિકારીઓને કલીનચીટ શા માટે ? વોર્ડ નં.૧૬માં પાણીની રેલમછેલ અંગે મ્યુ.કમિશનરને તા.૨૫/૩ થી ઈન્વર્ડ નં.૭૪૩૩થી ગજેન્દ્રસિંહ ખુલાસો માંગી આ બાબતે લેખિત રજુઆત કરી હતી. જેના જવાબમાં ડેપ્યુટી એકઝી.એન્જીનીયર પૂર્વ ઝોન વોર્ડ નં.૧૬નાં તા.૨૬/૪/૨૦૧૯ થી જાવક નં.૧૦૯થી જે જવાબ કરેલ છે તેમાં તા.૨૨/૩ અને તા.૨૩/૩ પાણી ન મળવા અંગે ડે.કમિશનરના હુકમથીકોઠારીયામાં ટેકસની રીકવરીનું કારણ બતાવેલ છે જે બાબત સત્યથી વેગળી જણાતા ઝાલાએ કમિશનરને જણાવ્યું કે, પાણીનો સમય સવારે ૪:૩૦ નો હોય તો કોઠારીયામાં રીકવરી સવારે ૪:૩૦ કલાકે ન હોઈ શકે. શિયાળાનો સમય હતો સવારે અધિકારીઓ રીકવરીમાં નહીં પણ ભર ઉંઘમાં ઘેર ઉંધી રહ્યા હતા.