સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એજન્સી હેઠળના કર્મચારીઓનો એપ્રિલ માસનો પગાર હજુ સુધી નથી થયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્ય સરકારની ગ્રાન્ટ પરના ૩૦ કર્મચારીઓનો એપ્રીલ માસનો પગાર હજુ સુધી ન થતા કર્મચારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ બાબતે યુનિવર્સિટીના સત્તાધીશોને રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ ફેંસલો થયો નથી.
મળતી માહિતી મુજબ રાજ્ય સરકારની ગ્રાન્ટ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૩૦ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે આ તમામ કર્મચારીઓને રૂ. ૧૦ હજાર થી ૨૫ હજાર સુધીનો માસિક પગાર રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવે છે. આ ૩૦ કર્મચારીઓનો એપ્રિલ માસનો પગાર હજુ સુધી થયો નથી. આ કર્મચારીઓ રાજદીપ એજન્સી હેઠળ છે ગત માસે કર્મચારીઓના પગારના બિલ એજન્સીએ મંજુર કર્યા હતા અને પગાર ચૂકવ્યો હતો પરંતુ ખાનગી સૂત્રો માંથી મળતી માહિતી પ્રમાણે હવે રાજદીપ એજન્સીના સંચાલકોએ યુનિવર્સિટીના અધિકારીઓના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે ત્યારે હવે સમસ્યા એ છે કે કર્મચારીઓનો પગાર ક્યારે થશે?
ઉલ્લેખનીય છે કે એક બાજુ એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડી ગ્રેડ કક્ષાની કામગીરી કરી રહી હોય તેવું લાગે છે . અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૩૮૦ જેટલા કરારી કર્મચારીઓનો જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસનો પગાર અટકયો હતો ત્યારે પણ કરારી કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયેલા સૌરાષ્ટ્રમાં યુનિવર્સિટીના ૩૦ જેટલા કલાસ ૪ના કર્મચારીઓનો એપ્રીલ માસનો પગાર હજુ સુધી થયો નથી જેને લઇ આ ૩૦ કર્મચારીઓમાં કચવાટ ફેલાયો છે અનેક વાર રજુઆત છતાં પગાર ના થતા આ ૩૦ જેટલા કર્મચારીઓનો પગાર ન થતા તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે અને આ ૩૦ કર્મચારીઓનો રૂ ૧૦ હજારથી લઇ રૂ ૨૫ હજાર જેટલો અલગ-અલગ પગાર મેળવે છે. જોકે એપ્રિલ માસનો પગાર મે મહિનાના ૧૨ દિવસ વિતિ ગયા છતાં પણ થયો નથી તો તાત્કાલિક પણે કર્મચારીઓનો પગાર થાય તેવી માંગ ઉઠવા પામી છે.