૨૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા: સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં: દાતાઓએ વહાવ્યો દાનનો ધોધ
ઉપલેટા તાલુકા સમસ્ત આહિર સમાજ દ્વારા ગઈકાલે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નમાં ૨૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા.
ઉપલેટા તાલુકા સમસ્ત આહિર સમાજ દ્વારા સેવેત્રા મુકામે માંજેશ્ર્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સમસ્ત આહિર સમાજ પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ સુવાના અધ્યક્ષ સ્થાને તેમજ આહિર સમાજના પ્રમુખ ડો.પ્રવિણભાઈ ભેડાની હાજરીમાં રંગેચંગે સંપન્ન થયા હતા.
પ્રભુતામાં પગલા પાડનાર ૨૧ નવદંપતિઓને પેટી પલંગ, ઘરઘંટી, બ્લેન્ડર, ગાડલુ, વાસણ સહિત ઘર માટેની ૨૬ જેટલી નાની મોટી ચિજવસ્તુઓ આહિર સમાજ તેમજ દાતા તરફથી સમાજની દિકરીઓને કરિયાવર તરીકે આપવામાં આવી હતી. આ તકે સમસ્ત આહિર સમાજના દશ હજાર લોકોનો સમૂહ ભોજન યોજાયું હતું. તેમાં વિવિધ સમાજના આગેવાનો હાજર રહેલ હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં આહિર સમાજના ભામાશા તેમજ સમાજ શ્રેષ્ઠીઓ મારખીભાઈ વસરા જામનગર, દિલીપભાઈ ચાવડા ધોરાજી, જેન્તીભાઈ આહિર અમદાવાદ, હિરેનભાઈ વસરા સુરત, અર્જૂનભાઈ ખાટરીયા રાજકોટ, લાખાભાઈ ડાંગર, ધરણાંતભાઈ સુવા, દાનભાઈ ચંદ્રવાડિયા, કમલેશભાઈ ચંદ્રવાડિયા, હાજાભાઈ મિયાત્રા, પિયુષભાઈ સોલંકી, લક્ષ્મણભાઈ ભોપાળા, રામશીભાઈ વામરોટીયા, તારણભાઈ ગઢાળા, ટપુભાઈ સુવા, લક્ષ્મણભાઈ પાનેરા, ભાવેશભાઈ સુવા, દિપકભાઈ સુવા, લાલભાઈ માસ્તર, કિશોરભાઈ સુવા, મજબુતભાઈ હુંબલ, દેવાભાઈ સુવા સહિત સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહેલા હતા. જયારે વિવિધ સમાજ શ્રેષ્ઠીઓમાં છગનભાઈ સોજીત્રા, ગોપાલભાઈ ઝાલાવડીયા, પેશવાડિયા, અમિતભાઈ શેઠ, જમનભાઈ ગજ્જર, બળવંતભાઈ મણવર, નિતીનભાઈ અઘેરા, મનિષભાઈ કાલરિયા, ભરતભાઈ રાણપરીયા, કે.ડી.સિણોજીયા સહિત વિવિધ સમાજના આગેવાનો હાજર રહી નવ દંપતિઓને આશિર્વાદ આપેલા હતા.
આ સમૂહ લગ્નમાં આહિર સમાજના દિલેરી ભામાશાની નોંધ લેવામાં આવે તો વિક્રમભાઈ સુવાના દિકરાના લગ્નમાં ચાંદલા પેટે આવેલ રકમ ‚રૂ.બે લાખ એકવીસ હજાર તેમજ ઓધડભાઈ ચંદ્રવાડિયાની દિકરીના લગ્ન પ્રસંગે આવેલ ચાંદલાની રકમ એક લાખ એકાવન હજાર પોતાના માટે રાખવાને બદલે સમાજના સમૂહ લગ્નમાં આપી ખરા અર્થમાં સમાજના ભામાશા સાબીત થયેલ હતા. કાર્યક્રમનું સંચાલન પુંજાભાઈ વરૂ અને ભાદાભાઈ બોરખતરીયાએ કર્યું હતું.