દેશમાં ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહિત કરવા સરકારનો નવતર પ્રયોગ
ભારત વર્ષની વાત કરવામાં આવે તો ૨૧મી સદીમાં ભારતમાં ડિજીટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે. કોઈપણ ક્ષેત્ર હોય તેમાં તમામ સ્થળ અને તમામ જગ્યા પર ડિજિટલને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર પણ ડીજીટલ ઈન્ડિયાને આવકારવા તમામ જગ્યા પર કયુ-આર કોડ દરેક દુકાનોમાં ફરજીયાત કરવા માટે વિચાર કરી રહ્યું છે. આ ઘટનાથી અનેકવિધ પ્રકારે ભારતને ફાયદો થશે તે વાત પણ નકકર અને સાચી છે.
ઓનલાઈન પેમેન્ટથી દેશને અનેકવિધ રીતે ફાયદો થશે જે કોઈ દુકાનદાર જીએસટીનો લાભ લેવા માંગતું હશે તે કયુઆર કોડ મારફતે યુપીઆઈ સિસ્ટમથી ઓનલાઈન પેમેન્ટને વધુ પ્રાધાન્ય આપશે. કયુઆર કોડની જયારે વાત કરવામાં આવે તો કોઈપણ દુકાન, રેસ્ટોરન્ટ અને ગ્રાહકો પણ આના ઉપયોગ થકી ડીજીટલાઈઝેશન આવકારશે. ડીજીટલ ઈન્ડિયાનું જે સ્વપ્ન ભારત દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જોવામાં આવ્યું હતું.
તેનાથી દેશને અનેકવિધ રીતે અને અનેકવિધ ક્ષેત્રે અણધાર્યો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ડીજીટલાઈઝેશન મારફતે જે માનવ ક્ષતિ રહેતી હતી તે આ પ્લેટફોર્મ મારફતે સહેજ પણ નહીં રહે ત્યારે કઈ રીતે ડીજીટલ ઈન્ડિયાને વધુને વધુ વિકસાવવું અને તેને પ્રમોદ કરવું તે માટે સરકાર તમામ પ્રકારે તમામ ક્ષેત્રે નવતર પ્રયોગ હાથ ધરી રહ્યું છે.કયુઆર કોડની રજુઆત જીએસટી કાઉન્સીલ સમક્ષ મુકવામાં આવી હતી જે અંગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અંગે બેઠક યોજવામાં આવી હતી.
જેમાં તમામ સ્થળ પર કયુઆર કોડ રાખવા માટેની પણ પરવાનગી મળવા પામી છે. ઓનલાઈન પેમેન્ટ ટુલનાં સાધનનો ઉપયોગ કરતાં તમામ દુકાનોમાં કયુઆર કોડ રાખવો ફરજીયાત કરવામાં આવશે. આ યોજના થકી બિઝનેસ ટુ ક્ધઝયુમર એટલે કે બીટુસીનાં એક નવા જ પ્રકારે પેમેન્ટ સિસ્ટમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ભારત સહિત અન્ય દેશોની વાત કરવામાં આવે તો અનેકવિધ દેશો દ્વારા ડીજીટલ પેમેન્ટ ટુલને આવકારવામાં આવ્યું છે અને તેનાં મારફતે દેશમાં અનેકવિધ પ્રકારે તેનો ફાયદો પણ જોવા મળ્યો છે.
ઓનલાઈન પેમેન્ટને વધુ સુદ્રઢ અને મહત્વપૂર્ણ બનાવવા માટે અને તેની ઉપયોગીતા સાબિત કરવા માટે ચાઈના સૌથી વધુ આગળ રહ્યું છે. કેશ પેમેન્ટની સુવિધાનાં બદલે ડીજીટલ પેમેન્ટથી લોકો સાથે થતી છેતરપિંડીમાં પણ હવે ઘણાં ખરા અંશે રોક મુકવામાં આવી છે ત્યારે ભારત દેશમાં પણ દિન-પ્રતિદિન ડીજીટલ પેમેન્ટનો ઉપયોગ કરવાથી ગ્રાહકોને જે તકલીફનો સામનો કરવો પડતો હતો તેના પર પૂર્ણવિરામ મુકાશે કે કેમ ? તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ લોકોમાં ડીજીટલ પેમેન્ટને લઈ જાગૃતતા આવી છે તે વાત નકકી છે.
અનેક મહિનાઓ પહેલા સરકાર દ્વારા કેન્દ્રમાં અને રાજયમાં ડીજીટલ પેમેન્ટને લાગુ કરવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેથી જીએસટીની જાગૃતતામાં વધારો લાવી શકાય. ડીજીટલ પેમેન્ટનો ઉપયોગ કરવા માટે અનેકવિધ ઈન્સેન્ટીવ પણ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું.
જે હજુ સુધી જીએસટી કાઉન્સીલ દ્વારા તેને પરીપૂર્ણ કરવામાં આવ્યું નથી. સરકાર દ્વારા ડીજીટલ પેમેન્ટને વધુને વધુ ઉપયોગમાં લાવી શકાય તે માટે પાયલોટ પ્રોજેકટ અંતર્ગત પશ્ચિમ બંગાળમાં આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ ગ્રામ્ય વિસ્તાર હોવાથી ડીજીટલ પેમેન્ટને ધારી સફળતા મળી ન હતી ત્યારે સરકાર દ્વારા હવે કયાં ક્ષેત્રમાં ડીજીટલ પેમેન્ટનો વ્યાપ વધારવા વિચારણા થઈ રહી છે તે ટુંક સમયમાં જાહેર થઈ જશે.
સરકાર ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા અને જીએસટીમાં મહતમ લાભ મળી શકે તે માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દેશનાં ખૂણે-ખૂણા સુધી ડીજીટલાઈઝેશન અને ડીજીટલ ઈન્ડિયાને પ્રસ્થાપિત કરવા માટે તમામ ક્ષેત્રે નવતર પ્રયોગો હાથ ધરી રહ્યું છે.
૫૦ લાખ કરીયાણાની દુકાનોને રિલાયન્સનું ‘ડિજિટલાઈઝેશન’
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તમામ ક્ષેત્રે પોતાનો પગપેસારો કરી રહ્યું છે ત્યારે મુકેશ અંબાણી પોતાની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ડીજીટલ ક્ષેત્રે પણ અગ્ર રાખવા માટે અનેકવિધ ક્ષેત્રોમાં પગપેસારો કરી રહ્યું છે. ૨૦૨૩ સુધીમાં ભારતની ૫૦ લાખ કરીયાણાની દુકાનોને રીલાયન્સનું ડીજીટલાઈઝેશન કરવામાં આવશે. હાલ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ૧૫ હજાર કરીયાણાની દુકાનોને ડીજીટલાઈઝ કરવામાં આવી છે.
જે વધારી ૨૦૨૩ સુધીમાં ૫૦ લાખ કરવામાં આવશે. વધુમાં વાત કરવામાં આવે તો ૭૦૦ બિલીયન ડોલરનું રીટેલ માર્કેટ હજુ સુધી યોગ્ય રીતે ચાલી નથી રહ્યું ત્યારે આ તમામ કરીયાણાની દુકાનોને ડીજીટલાઈઝ કરવાથી જે પ્રશ્ર્ન ઉદભવિત થતા હતા તે હવે નહીં થાય અને આ તમામ કરીયાણાની દુકાનો પણ વૈશ્ર્વિક સ્તર પર પોતાનું નામ પ્રસ્થાપિત કરી શકશે. સમગ્ર ભારતમાં રીલાયન્સનાં ૧૦ હજાર રીટેલ આઉટલેટ છે ત્યારે રીલાયન્સ વિશ્વરમાં સૌથી વધુ રીટેલ આઉટલેટ બનાવવા માટેની દોડમાં આગળ વધી રહ્યું છે.
રીલાયન્સનું સ્વપ્નુ છે કે રીલાયન્સ જીઓ એમપોસ નામક ઈન્સ્ટુમેન્ટ તમામ કરીયાણાની દુકાનોમાં રાખવામાં આવે જેમાં તેઓને ૪જી સ્પીડ પણ મળી શકશે. આ અંગે દુકાનદારોને એક વખતનાં રોકાણમાં માત્ર ૩૦૦૦ રૂપિયાનાં ખર્ચે એમ્પોસ મળી શકશે ત્યારે આ તમામ ૫૦ લાખ કરીયાણા દુકાનદારોનું રીલાયન્સ ડીજીટલાઈઝેશન કરાશે ત્યારે આ તમામ ક્ષેત્રે ડીજીટલાઈઝેશન થવાથી ભારતનાં વિકાસ દરમાં પણ વૃદ્ધિ થશે.