વઢવાણ ભોગવો નદી ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થઇ રહી છે
સુરેન્દ્રનગર જિલ્લા ના ભોગવો નદી અનેક જિલ્લા ના નાના મોટા તાલુકા અને ગામડાઓ ને વિધતી વિધતી જાય છે.ત્યારે આ ભોગવો નદી વઢવાણ તાલુકા ના અનેક ગામડા જેવા કે ખારવા , કેરાળા અને અનેક ગામડાઓ માંથી ભોગવો નદી પસાર થઈ રહી છે.ત્યારે આ ભોગવા નદી માં વઢવાણ તરફ ચોમાસા દરમિયાન જ પાણી જોવા મળે છે.અને બાકી ૮ માસ કોરી કાટ વઢવાણ તરફ જોવા મળે છે.આની વઢવાણ પાસે પાણી ના રહેવા પાછળ એક દંત કથા છે.
વઢવાણ ભોગવો નદી માં રાણકદેવી ના સરાપ ના કારણે પાણી રહેતું નથી અને તે પાણી આગળ જાય છે અને વઢવાણ થી એકાદ કિમિ દૂર પાણી નો સંગ્રહ થાય છે.અને તે પાણી નો ઉપયોગ વઢવાણ તાલુકાઓ ના ખેડૂતો પાક ને પાવા માટે કરે છે.ત્યારે આ વઢવાણ ભોગવો નદી માંથી પાણી આગળ તરફ વહી જાય છે.ત્યારે વઢવાણ તાલુકા ના મેલડી માતા તરફ અને નદી ના પટ તરફ આવેલા ખેડૂતો દવારા અને સરકાર શ્રી ના સહયોગ ના કારણે આગળ એક નાનો અમથો ચેક ડેમ બનાવવા માં આવીયો છે.જેના કારણે વહી જતું પાણી આ ચેક ડેમ માં અટકે છે.અને પરિણામે વઢવાણ થી બે કિમિ દૂર આ ભોગાવો નદી ના પાણી નો સંગ્રહ થાય છે.
ત્યારે આ પાણી નો ઉપયોગ પાઇપ લાઇન દવારા આજુ બાજુ ના ખેડૂતો સિંચાય માટે કરે છે.અને ૧૨ એ ૧૨ માસ પોતાના ખેતરો માં સારી એવી ઉપજ નીપજ લે છે.ત્યારે આ ભોગવો નદી ગામ માટે સરાપ રૂપ ભલે બની હોય પણ હાલ આજુ બાજુ ના ગામડાઓ ના ખેડૂતો માટે જીવાદોરી સન્માન બની છે.ગત વર્ષે ખેડૂતો દવારા નદી ના આ પાણી નો સિંચાય તરીકે ઉપયોગ કરી વરિયાળી , કપાસ , જીરું , જાર , લીલો ચારો , ચણા અને ઘવ ની સારી એવી સિઝન મેળવી છે.ત્યારે આ ભોગવા નદી નું પાણી આગળ જાઇ ને ભાલ માં જાય છે .અને ભાલ ના ઘવ પકવા માટે ત્યાં ના ખેડૂતો વઢવાણ ના ભોગવો નદી ના પાણી નો જ ઉપયોગી બને છે.
ત્યારે ભાલ ના ઘવ ના ભાવ અને તેની માંગ વિસવ ની બજારો માં પણ રહે છે.જેના કારણે ખેડૂતો ને સારી એવી આવક થાય છે.ત્યારે વઢવાણ તાલુકાઓ ના અનેક ગામડાઓ અને ખેડૂતો માટે ભોગવો નદી જીવાદોરી બની છે.અને ભર ઉનાળે પણ તેમાંથી સિંચાય માટે પાણી મળી રહેતું હોવા થી જિલ્લા માં લીલો ચારો ની પણ નીપજ વધુ આવે છે.ત્યારે જિલ્લા માં લીલો ચારો પણ આસાની થી મળી જાય છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માંથી પશુ પાલકો વઢવાણ પીઠ માં લીલો ચારો લેવા આવે છે.