ગુનેગારોને પોલીસ છાવરતી હોવાનાં અનેક વીડિયો વાયરલ
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્રની કામગીરી ભારે શંકાસ્પદ ભૂમિકામાં સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે અને ગુનેગારોને છાવરવાનું કાર્ય સુરેન્દ્રનગર પોલીસ કરી રહી હોવાનાં અનેકવાર વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડીવાય. એસ.પી. ઉપર આ અગાઉ ગુનેગાર દ્વારા રૂ.૧૦ લાખ માંગવાના પ્રકરણમાં દવા પીવાનો અને રકમ માંગણી માટેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો જે મુળી ગામનો વિડીયો હતો.
જયારે ત્યારબાદ સુરેન્દ્રનગર બુટલેગર શૈલેષ ડાભી દ્વારા દારૂનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો અને એમાં પણ ડીવાય એસ.પી.નો ખુલ્લેઆમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર પતરાવાળી હોટલ પાસે ખુલ્લેઆમ આવારા તત્વો આતંક મચાવતો વિડીયો પણ વાયરલ થયો હતો.
ત્યારે લોકોને પણ આ પોલીસ તંત્ર ઉપર ભરોસો ઉઠી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુળી તાલુકામાં ખનીજ માફીયા-પોલીસનો ખોફ ભુલ્યા અને હુમલા કરી બંદુક છિનવી લેવાની પણ ઘટના બનેલ છતાં પોલીસ પોતાની આબરૂ રૂઆબ ગુમાવી ચુકવા છતાં પણ બધુ જ એની એજ દિશામાં ચલાવાઈ રહી છે ત્યારે લોકોને પોલીસ ઉપર ભરોસો હવે રહ્યો જ નથી.
સુરેન્દ્રનગર શહેરનાં આ પોલીસ તંત્રમાં મોટેપાયે સડો લાગ્યો છે. આ સડો ઉડાણ સુધી પહોંચી ગયો છે અને આ પોલીસને ખૌફ નામનો શબ્દ જ હવે રહ્યો નથી. સુરેન્દ્રનગર પોલીસ નાના માણસોને જ રજાડવાનું કાર્ય કરે છે જેવા કે લારીવાળા, રીક્ષાવાળા, ૩ વ્હીલવાળા આવા લોકોને કેસ કરી અને મોટી કામગીરી કરવાનો ડોળ કરી રહી છે.
ઝાલાવાડ વ્યાજ વટાવનું મોટુ પીઠું પણ બની રહ્યું છે !
સુરેન્દ્રનગર શહેરમાં ધંધો વ્યવસાય હવે રહ્યા નથી. આર્થિક સંકળામણમાં લોકો હાલમાં પિસાઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં માત્ર ને માત્ર બે નંબરી ધંધાનો જબ્બરજસ્ત કારોબાર ચાલી રહ્યો છે. જેમાંનો એક વ્યવસાય જે ગણવામાં જો આવે તો એ છે વ્યાજ વટાવનો ધિકતો ધંધો. સુરેન્દ્રનગરનાં મોટા ઘરનાં યુવાનો પોતાના પરિવારની ચિંતા છોડી વ્યાજ વટાવના રવાડે ચડે છે ત્યારે આવા અનેક બનાવો બન્યા છે.
જેની તપાસ પણ સુરેન્દ્રનગર પોલીસ કરતી નથી ત્યારે સુરેન્દ્રનગરનો સોની યુવાન ચાર કરોડનું કરી ખોટા-સાચા ચેકો પધરાવી દુકાનોનાં ખોટા દસ્તાવેજો કરી બેંકને પણ ઉલ્લુ બનાવી ભાગી જવાનો બનાવ છે. આ સોનીની શાખા વિઠ્ઠલપ્રેસથી લઈ દેરા ચોક સુધીની હતી. લોકોનો રોષ સામે પિતાનો ફતવો બચવા માટેના નાણા ન આપવાના જાહેર નોટીસ દ્વારા ચેતવણી આપી હાથ ઉંચા કરી ફરીવાર ખાનગીરાહે બહારથી સુરેન્દ્રનગર લાવવાના પેતરા આવા અનેક બનાવો ધ્યાને આવ્યા છે.