શ્રીલંકામાં તાજેતરમાં થયેલા ૨૨ બોમ્બ ધડાકામાં મુસ્લિમ ઉગ્રવાદીઓના હાથ હોવાના અને આત્મઘાતીઓ તૈયાર કરવા મસ્જિદોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાના પુરાવાઓ બાદ શ્રીલંકન સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
શ્રીલંકામાં તાજેતરમાં ઈસ્ટર પર ૪૪ વિદેશીઓ સહિત ત્રણ ચર્ચોમાં થયેલા ૨૧ બોમ્બ ધડાકામાં ૨૫૦ લોકોના મૃત્યુ જયારે ૫૦૦ લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ ધડાકામાં મુસ્લિમ ઉગ્રવાદીઓનો હાથ ખુલતા શ્રીલંકન સરકારે મસ્જિદો પર વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂકવાની જાહેરાત કરી છે.
જે મુજબ મસ્જિદમાં નમાઝ, ઈબાદત માટે એકઠા થયેલા મુસ્લિમોમાં નફરત ફેલાય તેવું પ્રવચન કે પ્રવૃત્તિ કરવા બદલ ટ્રસ્ટીઓને ગુન્હેગાર ઠેરવવાનું નકકી કરાયું છે. ઉપરાંત મસ્જિદોમાં થતી તમામ પ્રવૃત્તિઓનું ઓડીયો રેકોર્ડીંગ આપવા પણ તાકીદ કરવામાં આવી છે.
શ્રીલંકામાં થયેલા બોમ્બ ધડાકાની ઘટનાઓ બાદ મુસ્લિમ આતંકવાદને રોકવા સફાળી જાગેલી શ્રીલંકન સરકારે મસ્જિદો પર નવા નિયમો લાગુ પાડવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો મુજબ મસ્જિદોમાં કોઈપણ સ્વરૂપમાં દ્વેષ અથવા ઉગ્રવાદને પ્રોત્સાહન આપવા કે તેના પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મસ્જિદોમાં આવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવા બદલ ટ્રસ્ટીઓને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવાની જોગવાઈ આ નિયમોમાં કરવામા આવી છે.
આ અંગે મુસ્લિમ ધાર્મિક બાબતોનાં મંત્રી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશની તમામ મસ્જિદોમાં શુક્રવારે યોજાતા ધાર્મિક કાર્યક્રમોમાં ઓડીયો રેકોર્ડીંગપણ મોકલવી મુસ્લિમ વિદ્વાનો અને નાગરીક સમાજ સંગઠ્ઠનોએ મુસ્લિમોનાં કેટલાક ધાર્મિક સ્થાનો ખાસ કરીને પૂર્વીય પ્રાંતની મસ્જિદોમાં થતી નફરત ફેલાવવાની કાર્યવાહી સામે આ ચેતવણી આપી હતી.
આતંકવાદી જૂથ આઈએસઆઈએસ દ્વારા શ્રીલંકામાં થયેલા સિરીયલ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ શ્રીલંકન સરકારે આ બોમ્બ ધડાકા માટે સ્થાનિક ઈસ્લામીક ચળવળવાદી જુથ રાષ્ટ્રીય થોવેદ જામાથ (એનટીજે)ને દોષિત માની રહી છે. એનટીજેના નેતા ગણાતા મોહમ્મદ કાસિમ ઝહરને કે જેઓ પૂર્વીય કથનકુડી વિસ્તારમાં પોતાની મસ્જિદ ચલાવે છે તેઓ આ બોમ્બ ધડાકાનાં માસ્ટર માઈન્ડ હોવાનું ખૂલતા શ્રીલંકન સરકારે દેશની તમામ મસ્જિદો પર આ પ્રતિબંધો મૂકયા છે.