૯૯.૧૪ ટકા પી.આર. મેળવતા છાત્રો: સંસ્થાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિઘાર્થીઓને ધો.૮ ૧ર સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડતી સંસ્થા પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના ધો.૧ર સાયનસના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી સતત ૧૯માં વર્ષ ૧૦૦ ટકા પરિણામનો સીલસીલો જાળવી રાખ્યો છે. તમામ છાત્રોને ગુજરાત રાજયના મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા અંજલીબીને રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકીર્દી માટેની શુભેચ્છા પાઠવી છે.
ધો.૧ર સાયન્સ બી ગ્રુપના વિઘાર્થીઓ મકવાણા અભિષેક, અજાણી વિવેક, સોનાગરા મિહિર, સોલંકી રાહુલ, કુશ્વાહા રામ, ચૌહાણ કાજલ, ચૌહાણ જયશ્રી, સરવૈયા ભાવિકએ ૯૯.૧૪ ટકા સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવી તથા એ ગ્રુપના વિઘાર્થીઓ જોબનપુત્રા નિરાલી, પરમાર અજય, પરમાર નિકુંજ, થાવાણી જયદીપ ૯૩.૨૭ ટકા સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવી ટ્રસ્ટનું નામ રોશન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાતા બાળકોને ધો.૮ માં શહેરની શ્રેષ્ઠ સ્કુલોમાં એડમીશન અપાવી તેમનો ધો.૧ર સુધીનો તમામ શૈક્ષણીક ખર્ચ જેવો કે સ્કુલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ, મોજા, દફતર સહીતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત ટ્રસ્ટનમાં ગ્રુપ ટયુશનની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે.
વિઘાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ, મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રુપાણી, અમિનેષ રૂપાણી, પ્રોજેકટ ઇન્ચાર્જ અરવિંદભાઇ બગડાઇ તથા કમીટી ચેમ્બર્સ જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવીયા, સી.કે.બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ તથા હસુભાઇ ગણાત્રા જહેમત ઉઠાવે છે.વિશેષ માહીતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રુબરુ અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.