સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ દેશની અને વિશ્વની નામાંકિત સંસ્થા સુધી પહોચાડવાના ધ્યેય સાથે ડો.સી.ડી.સંખાવરા દ્વારા ઇન્સાઇટ એજ્યુકેશનની સ્થાપના કરવામાં આવેલ છે. તેમને એક વર્ષ, બોર્ડ, જેઈઈ, નીટ જેવી સ્પાર્ધાત્મક પરીક્ષાની જરૂરિયાતનો અભ્યાસ કરીને વિદ્યાર્થી બોર્ડ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકે તેવી એજ્યુકેશન સીસ્ટમ બનાવેલ છે. જેમના કારણે, સંસ્થાના વિદ્યાર્થીએ ધો.૧૨ સાયન્સમાં વર્ષ ૨૦૧૯ની પરીક્ષામાં, પાર્થ ભોરણીયાએ બોર્ડમાં ૯૯.૯૬ પીઆર સાથે બોર્ડમાં ચોથુ સ્થાન મેળવેલ છે, ગુજકેટ માં ૯૯.૯૧ પીઆર સાથે ગુજરાતમાં નવમું સ્થાન મેળવેલ છે. તેમજ નીટમાં ૬૬૦ કરતા વધારે માર્ક્સ મેળવીને સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓમાં મોખરે રહેશે.
આ પરીણામનો મુખ્ય આધાર ઇન્સાઇટ એજ્યુકેશનની ટીમ છે, કે જેમાં ડો.સી.ડી.સંખાવરા, કે જેઓને ૨૩ વર્ષનો ઇજનેરી કોલેજનો અનુભવ છે કે જેમને બે એન્જીનિયરીંગ કોલેજ અને એક યુનિવર્સીટી સ્ક્રેચ લેવલની ઊભી કરેલ છે, કે જેઓ ફિઝીક્સ અને મેથ્સ ભણાવે છે.
અહિ વિદ્યાર્થીને ધો.૮-૯-૧૦ થી ફાઉન્ડેશન કોર્ષ દ્વારા જેઈઈ/નીટ જેવી સ્પર્ધાત્મક અને બોર્ડ માટે તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે ધો.૯માં લેવાતી ટીએસટી પરીક્ષામાં ગુજરાતમાં ૧૦૦૦ વિદ્યાર્થીમાંથી રૂચી વડગામા એ ૨૩મો અને હર્ષ પાંભરે ૩૪મો રેન્ક મેળવેલ હતો. તેમજ ધો.૧૦ ના ૧૦૦% વિદ્યાર્થીઓ એનએસટીઈ પરીક્ષામાં ક્વોલિફાય થયા હતા.
ઇન્સાઇટ એજ્યુકેશનમાં વિદ્યાર્થીનો ખરા અર્થમાં સર્વાંગી વિકાસ પર ભાર આપવામાં આવે છે. તેઓને મોટીવેશનલ લેક્ચર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. તેનું ક્ધટીન્યુઅસ મોનીટરીંગ કરીને ઇમ્પ્રુવ કરવામાં આવે છે. દરરોજ ધ્યાન દ્વારા એકાગ્રતામાં વધારો કરવામાં આવે છે. મેમરી-પાવર જેવા વર્કશોપ દ્વારા સ્માર્ટ વર્ક શિખવવામાં આવે છે. જેથી વિદ્યાર્થી ઓછા સમયમાં વધારે પરીણામ મેળવી શકે છે અને પોતાની શક્તિનો બહિર્ગોળ લેન્સની જેમ એક જ ધ્યેય પર ફોકસ કરીને અદ્વિતીય સફળતા મેળવે છે.
જો આપને આપના બાળકને ૨૧મી સદિની જરૂરિયાત પ્રમાણેનું શિક્ષણ આપવું હોય અને એક ઉત્કુષ્ટ ડોક્ટર અથવા એન્જીનીયર બનાવવો હોય તો સંસ્થાની ચોક્ક્સ મુલાકાત લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.