આક્ષેપો ગંભીર ગણી અને વાંરવાર સમજાવવા છતા દલીલ ચાલુ રાખતા દંડ ફટકારાયો
ગુજરાત હાઈકોર્ટમાં કેસોનું મેનેજમેન્ટ અયોગ્ય રીતે થતા વકીલો હેરાન થવું પડે છે તેવા આક્ષેપો કરતી જાહેર હિતની રિટ કરનારા વકીલની ચીફ જસ્ટીસ અનંત દવે અને જસ્ટીસ બિરેન વૈષ્ણવે ઝાટકણી કાઢી રૂ.૧૦ હજારનો દંડ કર્યો હતો. તેમ છતા વકીલ પોતાની દલીલ ચાલું રાખી હતી. જેથી કોર્ટે વકીલના આક્ષેપોને ગંભીર સમજી વધુ રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો આમ રૂ. ૨૦ હજારનો દંડ કરીને રિટ પણ ફગાવી હતી.
હાઈકોર્ટે વોર્નિંગ આપ્યા છતા વકીલે દલીલ ચાલું રાખી: કોર્ટમાં વકીલે દલીલ કરતા કહ્યું કે, કેટલીક કોર્ટમાં કેસનું મેનેજમેન્ટ બરાબર થતું નથી. જ્યારે પોતાના કેસની સુનાવણીનો વારો આવે ત્યારે વકીલોએ કલાકો સુધી બેસવું પડે છે. તો બીજી તરફ કેટલાક જજો ન્યાય કરવામાં વિલંબ કરતા હોય છે. વકીલે જજ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, જ્યા તમારા કેસો ચાલે છે ત્યાં તમે કેટલી રજા રાખો છો. તમારા કેસનો વારો આવે ત્યારે તમે હાજર હોતા જ નથી. હાઈકોર્ટે વોર્નિંગ આપ્યા છતા વકીલે દલીલ ચાલું રાખી હતી, ચીફ જસ્ટીસે તમાશો ન કરો તેવું ત્રણ વાર કહીં વધુ રૂ.૧૦ હજારનો દંડ ફટકારની રિટ ફગાવી હતી.