ડિવાઈન ટ્રસ્ટના પ્રોજેકટથી ૨૨૧ વડીલો લાભાન્વિત સેવાભાવીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ડિવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ દાતાના આર્થિક સહયોગથી ૧૩ વૃધ્ધાશ્રમમાં ૨૨૧ વૃદ્ધ ભાઈ-બહેનોને દાંતની બત્રીસી જે તે સ્થાને રૂબરૂ જઈ બનાવી આપેલ. આ વર્ષના આરંભે જ અન્ય ૬ વૃદ્ધાશ્રમમાં આ પ્રોજેકટ અંતર્ગત ડેન્ચર બનાવવા માટે પ્રથમ તબકકામાં ૪૦ વૃદ્ધો માટે અનુદાન પ્રાપ્ત થયેલ.
જેમાં ૨૦ બત્રીસી મુંબઈના શાંતાક્રુઝ વસતા પ્રમિલાબેન પારેખ તરફથી અને ૧૨ બત્રીસી રાજકોટના માધુરીબેન દિનેશભાઈ મોદી તરફથી તેમજ અન્ય મધુબેન ખત્રી, (મલાડ મુંબઈ) રમાબેન જગડ (અમદાવાદ), વલ્લભભાઈ નાનશી (પોરબંદર), કિરીટભાઈ મોદી (અંધેરી, મુંબઈ), અશોકભાઈ જુઠાણી (ઘાટ કોપર, મુંબઈ), રોહીણીબેન માવાણી (મસ્કત) તરફથી પ્રાપ્ત થયેલ છે.
આ દાન માધુરીબેન અને દિનેશભાઈ મોદીના હસ્તે ડિવાઈન ટ્રસ્ટના પ્રમુખને અર્પણ કરેલ અને ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આવેલ ઘરડા ઘરમાં ડેન્ચર માટે ડો.જયસુખ મકવાણા અને ડો.સંજય અગ્રાવત તેમજ મોનિકા ભટ્ટ અને જાગૃતિ ચૌહાણની ટીમ રૂબરૂ કેમ્પ લગાવી આ કાર્ય સંપન્ન કરશે. અશક્ત વૃદ્ધાશ્રમ, ડાકોર ખાતે ગત રવિવારે ૧૩ વૃદ્ધોની બત્રીસીના માપ લીધેલ અને ૮૫ વૃદ્ધોને અને સ્વજનોને તપાસી સારવાર સલાહ આપેલ.
વધુ વિગતો માટે મોનિકા ભટ્ટ (મો.નં.૯૪૦૯૭૭૩૬૭૪)નો સંપર્ક કરવો. સેવા પ્રોજેકટને વધુને વધુ વિસ્તારવા મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ અને દિનેશચંદ્ર મોદીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.