ઇસ્માઇલી ખોજા સમાજનાં હકુભાઇ જીવાણી માતાજીનાં નવચંડી યજ્ઞનાં મુખ્ય યજમાન બની સામાજીક સમરસતા અને કોમી એકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું
મહંત દત્તગીરીજી મહારાજનાં સાંનીધ્યમાં, મહાકાળી આશ્રમ બીલખા રોડ રેલ્વે ફાટક પાસે પાદરીયા જૂનાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીનો ૯મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામીશ્રી બ્રહ્માનંદગીરીજી મહારાજનાં ગુરૂસ્થાને તેમની પ્રેરણા થી પાટોત્સવ ની પુર્વ સંધ્યાએ ગુજરાતનાં ખ્યાતનામ કલાકારોનાં સ્વરે સંતવાણીનો કાર્યક્રમ સંગીતની સુરાવલીઓ વચ્ચે ભજન સંતવાણી યોજાઈ હતી મહાકાળી આશ્રમ પાદરીયાનાં ભાવીક પરિવારો દ્વારા નિર્મિત શ્રી મહાકાળી માતાજી મંદિર પ્રાંગણમાં નવમાં વાર્ષિક પાટોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે માટે મંદીર પરિવારનાં મહંત દત્તગીરીજી મહારાજ દ્વારા ધામ ધુમથી આ નવમો પાટોત્સવ ઉજવવા તમામને ખુલ્લુ નિમંત્રણ આપવામાં આવ્યું હતુ આ પાટોત્સવ પાદરીયા મહાકાળી માતાજીના આશ્રમમા ગીરીકંદ્રા ઓની ગોદમાં કુદરતી નયન રમ્ય વાતાવરણમાં યોજાયો હતો નવામાં વાર્ષિક પાટોત્સવમાં નવચંડી મહાયજ્ઞ (૧૧ કુંડીયજ્ઞ) નું આયોજન કરવામાં આવ્યુ હતું . યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી રાકેશભાઇ મહેતા તથા જીતેન્દ્રભાઇ પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વીધિથી પાટોત્સવ તથા નવચંડી યજ્ઞનું કાર્ય કરવામાં આવ્યુ હતું. જેમાં માજી સાંસદ નાનજીભાય વેકરીયા ધારાસભ્ય ભીખા ભાય જોષી શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુંભાય અમીપરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર ધર્મોત્સવની ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે રાજ રાજેશ્વરી પરમેશ્વરી મહાકાળી માતાજીનાં સાંનિધ્યે ઉજવાનાર પાટોત્સવ તથા નવચંડી યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે ધારીનાં વતની અને રાજુલા સ્થાયી થયેલા લઘુમતી ઇસ્માઇલી ખોજા સમાજનાં હકુભાઇ જીવાણી, નિરાલી પ્રોજક્ટ પ્રા.લી અમદાવાદના. હકુભાય જીવાણી કાર્યક્રમના મુખ્ય યજમાન રહ્યા હતા અન્ય મુખ્ય યજમાન તરીકે ધારાશાસ્ત્રી અંબરીશભાઇ જાની અમદાવાદનાઓ રહ્યા હતા.
આ ઉપરાંત , મૈાલીક ઓઝા અને શૈલેષ ગડા સહિત ના ઓએ સેવાનોલાભ મેળવ્યો હતો આ પ્રસંગે જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારમાંથી રાજદ્વારી તથા શિક્ષણસાથે સંકળાયેલા તેમજ અન્ય શિક્ષીત સમાજના લોકો અને સમાજસેવી સંસ્થાઓનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાંદલધામથી ભુદેવી માતાજી, બાલાગામથી મહંત ભગવાનજી ભગત, દયાનાથ મહંત વિજયનાથબાપુ, સતદેવીદાસ આશ્રમથી કાલીદાસ બાપુ પધારશે.
કાર્યક્રમને સફળ બનાવવા આ પ્રસંગે જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓ ઉપસ્થિત રહેલી. જેમાં જનમત ફાઉન્ડેશન, શ્રીબ્રહ્મ યુવા શક્તિ સેવા ટ્રસ્ટ, શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન, આધાર ચેરીટેબલ ટ્રસ્ટ, સત્યમ સેવા યુવક મંડળ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, મનમંદીર ચેરીટેબલ ટ્રસ્ટ, બાબા મીત્રમંડળ, અખંડ ભારત સંઘ, વિશ્વ હીંન્દુ પરિષદ, સિનીયર સીટીઝન મંડળ, જય સિયારામ સેવા સામાજ સહિત જૂનાગઢ શહેરનાં સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.