ગત વર્ષમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનાં ઉપયોગમાં ૩૦ ટકાનો જોવા મળ્યો વધારો
આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ ક્ષમતા જેનો ઉપયોગ વિશ્વ આખામાં પૂર્ણતહ થઈ રહ્યો છે ત્યારે માનવ નિર્મિત આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સમાં કારકિર્દી બનાવવાં ઈચ્છતાં વિદ્યાર્થીઓ માટે એક ઉતમ તક રહેલી છે. ગત વર્ષમાં ભારતમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરતા ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો ત્યારે ભારતભરમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ ક્ષમતામાં કઈ રીતે કામ કરવું તે માટે વિદ્યાર્થીઓ કારકિર્દી બનાવવી શકશે.
૨૦૧૮માં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનું માર્કેટ ૨૧.૪૬ બિલીયન ડોલર થવાની સંભાવના છે ત્યારે ૨૦૨૫માં પણ તેનું માર્કેટ ૧૯૦.૬૧ બિલીયન ડોલર રહેવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે વિશ્વ આખાની વાત કરવામાં આવે તો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનું માર્કેટ શેર ૨૦૨૫ સુધીમાં ૧,૬૯,૪૧૮ મિલીયન ડોલરનું રહેશે જે ગુગલ, એમેઝોન, ફેસબુક, કુબેર, એફએમસીજી કંપની સહિત સ્નેપડીલ, ફિલપકાર્ટ જેવી સંસ્થાઓને પણ ટેકનોલોજીથી પરીપૂર્ણ કરાશે.
મધ્ય અને સિનિયર લેવલની વાત કરવામાં આવે તો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સમાં રોજગારીની ઉજજવળ તકો પણ રહેલી છે.આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનાં ઉપયોગથી હેલ્થ-કેર, ફાયનાન્સ, એવીએશન, મેન્યુફેકચરીંગ અને લોજીસ્ટીક જેવાં ક્ષેત્રોમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ખુબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે ત્યારે જે કોઈ વિદ્યાર્થીઓ આ કાર્ય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય તો તેઓ મશીન લર્નીંગ એન્જીનીયર, રોબોટીકસ સાયન્ટીસ્ટ, ડેટા સાયન્ટીસ્ટ, રીસર્ચ સાયન્ટીસ્ટનાં ક્ષેત્રે તેઓ કાર્યરત થઈ શકે છે.
સાથો સાથ વાત કરવામાં આવે વિદ્યાર્થીઓ દ્વારા મશીન કઈ રીતે કામગીરી કરે તે અંગેની વિગત અને તેની કાર્યપ્રણાલી વિશે વિદ્યાર્થીઓ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફતે જાણી શકશે. સાથો સાથ રોબોટીકસ સાયન્ટીસ્ટ તરીકે પણ તેઓ કાર્યરત થઈ શકે.
જેમાં માનવ દ્વારા એકપણ પ્રકારનું કાર્ય કરવામાં ન આવે માત્ર રોબોટમાં પ્રોગ્રામ ફિકસ કરી મનુષ્યનું કાર્ય રોબોટ કરી શકે તેમાં પણ વિદ્યાર્થીઓ માટે ઉજજવળ તક રહેલી છે. સાથોસાથ ડેટા સાયન્ટીસ્ટ અને રીસર્ચ સાયન્ટીસ્ટમાં પણ વિદ્યાર્થીઓ પોતાનું સર્વોચ્ચ જ્ઞાન આપી શકે અને તે અંગે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફતે વિગતો પણ મેળવી શકશે.
દિન-પ્રતિદિન વિશ્વ આખું આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો સહારો લઈ રહ્યું છે. માનવ દ્વારા જે કાર્ય નિયત સમયમાં પાર પાડવામાં આવતું હોય અને તેમાં જો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો સહારો લેવામાં આવે તો સમય પણ બચી જાય છે અને ગુણવતા પણ મનુષ્ય કરતાં ખુબ જ વધુ રહેતી હોય છે પરંતુ લોકો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો અતિરેક ઉપયોગ કરતાં નજરે પડે છે.