સુપ્રીમે નિમણૂંક કરેલી પૂર્વ ન્યાયમૂર્તિ ખલીફુલ્લાહ, વરિષ્ઠ વકીલ રામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થી સમિતિના સર્વસંમતિ બનાવવાનાં પ્રયાસને સફળતા મળી હોવાનાં સંકેતો
‘મંદિર વહી બનેગા’
અયોઘ્યામાં રામજન્મ ભૂમિ પર રામમંદિરનો માલિકીનાં વિવાદનો મુદ્દો હવે જમીનનાં ટુકડાનો નહીં પરંતુ કરોડો હિંદુઓની આસ્થાનો મુદો હોવાનાં મુદા પર સુપ્રીમ કોર્ટ દાયકાઓ જુના આ કેસને મધ્યસ્થીથી ઉકેલવા માટે ત્રણ મધ્યસ્થીઓની નિમણુક કરી હતી. આ ત્રણેય મધ્યસ્થીઓએ આ વિવાદને ઉકેલવા તેઓએ કરેલા પ્રયાસનો એક રીપોર્ટ તાજેતરમાં સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. આ રીપોર્ટ પર આજે સુનાવણી યોજાનાર છે ત્યારે આ વિવાદમાં તમામ પક્ષકારો રામજન્મભૂમિનાં સ્થાને જ રામમંદિર બનાવવાની તરફેણમાં હોવાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.
દેશના રાજનૈતિક સામાજિક ઈતિહાસમાં સૌથી મોટો ઉકેલ લાયક પરંતુ અતિપેચીદા બનેલા પ્રશ્ર્ન તરીકે અયોઘ્યાનાં રામમંદિર બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલ લાવવા માટે હવે બંને તરફનાં પ્રયાસોને સમાંતર રીતે આગળ વધી રહ્યા છે. અયોઘ્યા ભૂમિ વિવાદ પર આજે થનારી સુનાવણીમાં મધ્યસ્થી પંચના રીપોર્ટ પર અદાલતે અધ્યયન કાર્યવાહી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટમાં આજે અયોઘ્યા વિવાદને લઈને બનાવવામાં આવેલી સુપ્રીમ કોર્ટની પૂર્વ ન્યાયાધીશ ખલી ફુલ્લાહ સમિતિ દ્વારા સંચાલિત સમિતિનો અહેવાલ રજુ કરવામાં આવશે અને અદાલત અહેવાલનું અધ્યયન કરી અયોઘ્યા વિવાદિત જમીન અંગેની સુનાવણી આગળ વધારશે. અયોઘ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટે આઠ માર્ચે મધ્યસ્થીને મંજુરી આપી હતી. જે માટે ત્રણ મધ્યસ્થાઓની નિયુકિત કરી હતી.
જેમાં પૂર્વ ન્યાયમૂર્તિ ખલી ફુલ્લાહ વકીલ શ્રીરામ પંચ અને આઘ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને નિયુકત કરવામાં આવ્યા હતા. આ મધ્યસ્થી કમિટીએ ૧૩ માર્ચથી તમામ પક્ષકારોનાં મંતવ્યો સાંભળવાનું શ‚ કર્યું હતું. આ અગાઉ ૯ એપ્રિલે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી હતી. નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી આ અરજીમાં કેન્દ્ર સરકારની અયોઘ્યામાં સંપાદિત કરવામાં આવેલી વધારાની જમીનને પાછી સોંપવાનાં નિર્ણયનો વિરોધ કર્યો હતો.અખાડાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ જમીન વિવાદ ઉકેલવો જોઈએ. કેન્દ્ર દ્વારા જમીન સંપાદન કરવાથી અખાડા દ્વારા ચલાવવામાં આવતા કેટલાય મંદિરો નાશ પામ્યા છે.
આ પરિસ્થિતિમાં આ જમીન કેન્દ્રને પાછી આપવા માટે થયેલો નિર્ણયનો અમલ ન કરી શકાય. રામજન્મભૂમિ આસને અયોઘ્યામાં વધારાની જમીન ન આપી શકાય. ૮મી માર્ચે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ અને એસે બોબડી વી વાય ચંદ્રચુડ, અશોક ભુષણ, એસ અબ્દુલ નજીર દ્વારા ન્યાયમૂર્તિ ખલી ફુલ્લાહની આગેવાનીમાં મધ્યસ્થી સમિતિની રચના કરવામાં આવી હતી અને તેમાં શ્રીરામ પંચ શ્રી શ્રી રવિશંકરની નિમણુક કરી આ સમિતિના પક્ષકારો સાથે મસલતો કરી એક મંચ ઉપર લાવી રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદવાળી ૨.૭૦ એકર જમીનનાં ૭૦ વર્ષ જુના માલિકીના વિવાદને ઉકેલવા પ્રયત્નોના આદેશો કર્યા હતા.
મધ્યસ્થી સમિતિએ બે અહેવાલો રજુ કર્યા હતા. એપ્રિલમાં રજુ થયેલા આ અહેવાલમાં આ મામલે જોડાયેલ પક્ષકારોના મંતવ્ય અને બીજા અહેવાલોમાં આ મહિને જ સુપ્રીમ કોર્ટને હવે પછીની કાર્યવાહીની ‚પરેખા અંગેની જાણકારી આપી હતી. આ અહેવાલ અંગે કોઈ પણ ટીપ્પણી કરવાનો પંચે ઈન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વિવાદના ઉકેલ માટે પ્રયાસો થઈ રહ્યા છે. સારા પરીણામની આશા સેવાઈ રહી છે. પક્ષકારોને એક મંચ પર લાવવા અઘરા છે પરંતુ પરીણામની આશા ઉભી થઈ છે. સુપ્રીમ કોર્ટે આજે મધ્યસ્થી સમિતિનાં અહેવાલોને ધ્યાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટમાં અત્યારે ૨૦૧૦નાં અલ્હાબાદ હાઈકોર્ટનાં ૨.૭૭ એકર જમીનના વિભાજનના ચુકાદા સામે થયેલી અપીલની સુનાવણી પણ ચાલી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત ૨.૭૭ એકર જમીન રામલલ્લા નિર્મોહી અખાડા અને સુન્ની વકફ બોર્ડ સરખે ભાગે વહેંચી દેવાનો ચુકાદો આપ્યો હતો.
છેલ્લા બે મહિનાથી મધ્યસ્થી સમિતિ આ કેસમાં જોડાયેલા પક્ષકારો સાથે સતત ચર્ચા અને મસલતો કરી આ વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસો કરી રહી છે. આ સમિતિએ દાવો કર્યો છે કે, આ વિવાદના ઉકેલ માટેના ચુકાદાઓ સાથે સહમત ન હોય તેવા પક્ષકારો પણ સમિતિનાં પ્રયાસોને સહકાર આપવા રાજી થયા છે. આજે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે અને મધ્યસ્થીઓની આગળની ભૂમિકા પર સુપ્રીમની બેંચ નિર્ણય કરશે.