‘ચૂંટણીની ગરમીએ ભાન ગુમાવાઇ’
આઈએનએસ વિરાટ પર રાજીવ રજા ગાળવા નહીં પણ લક્ષદ્વિપની સત્તાવાર મુલાકાતે આવ્યા હોવાનો નૌસેનાના પૂર્વ અધિકારીઓનો ખુલાસો
દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીએ યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટનો ઉપયોગ રજા ગાળવા માટે કરાયો હોવાનો વડાપ્રધાન મોદીએ એક જાહેરસભામાં કર્યો હતો જે બાદમાં દેશભરમાં ઉઠેલી ચર્ચાની આંધી વચ્ચે ગઈકાલે નૌ સેનાના નિવૃત્ત અધિકારીએ ખુલાસો કર્યો હતો કે રાજીવ ગાંધીએ ડિસેમ્બર ૧૯૮૭માં પરિવાર અને મિત્રો સાથે આઈએનએસ વિરાટના ઉપયોગ દસ દિવસ ખાનગી ટેક્સી તરીકે ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપો ખોટા છે. નૌ સેનાના પૂર્વ વાઇસ એડમિરલ વિનોદ પસરીયા અને નૌ સેનાના નિવૃત્ત એડમિરલ એમ રામદાસે આ બાબતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકે ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે રાજીવગાંધી આઈએનએસ પર આવ્યા હતા
વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે વિદેશી નાગરિકો જેવા કે સોનિયા ગાંધીના માતા, મિત્રો, ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચન ક્યારે આઈ એન એસ વિરાટ પર આવ્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના રજાના દિવસોના કાર્યક્રમો અંગે તેમને કોઈ માહિતી નથી. તેમના પરિવારના વેકેશનની વ્યવસ્થા અગાઉ થઇ હોય તેના વિશે મને કંઈ ખબર નથી.
પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ચૂંટણી સભામાં રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટ નું ટેક્સી તરીકે ઉપયોગ કરવાની કહેલી વાત ખોટી હોવાનું તેમ જણાવી આ પૂર્વ અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે રાજીવ ગાંધી પત્ની સોનિયા અને બે આઇએએસ અધિકારીઓ સાથે આઈએનએસ વિરાટ માં બે થી ત્રણ દિવસ રોકાયા હતા પરંતુ તેઓ લક્ષદીપ ખાતે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન તરીકે ઉપસ્થિત રહેવા ગયા હતા અને બે અધિકારીઓએ પાંચ ટાપુઓની મુલાકાત લેવા અને લોકોને મળવા બેઠકો યોજવા હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો અને રાત્રે આઈએનએસમાં આવીને સુઈ જતા હતા તેમની સાથે કોઈ વિદેશી મહેમાનો ન હતા આ અંગે કરવામાં આવેલી વાતો ખોટી છે.
એડમિરલ રામદાસે તે સમયે આઈએનએસ વિરાટ પર ફરજ ઉપર હતા તેમણે નરેન્દ્ર મોદીના દાવા સામે પૂર્વ એડમિરલ પ્રિયા પ્રકાશ અને મદન જીત સિંહને કે જેવો તેમની સાથે હતા તેમની સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી રાજીવ અને સોનિયાએ લક્ષદ્વીપના અગારી ટાપુ પર જવા માટે ત્રિવેન્દ્રમથી હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો તેમની સાથે સેનાના વરિષ્ઠ અધિકારીઓ હતા તેમની સાથે ગયેલા એડમિરલ રામદાસે કહ્યું હતું કે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી રાજીવ અને સોનિયા લક્ષદ્વિપની મુલાકાતે ગયા હતા રાહુલ ક્યારેય સાથે ન હતા રાજીવ ગાંધીની મુલાકાત દરમિયાન છેલ્લા દિવસે વડાપ્રધાનની સુરક્ષાને લઇને કેટલાક તરવૈયાઓને સાથે રખાયા હતા.
રાજીવ ગાંધીની મુલાકાત લઇને આઈએનએસ પર અધિકારીઓ અને વડાપ્રધાનના કાફલાના કર્મચારીઓ માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન અને તેમના પત્ની આરોગ્ય સુવિધા માટે એક નાનકડું હેલિકોપ્ટર રખાયું હતું. ૨૦૧૭ના આઈએનએસના એરક્રાફટ પર વડાપ્રધાન મોદી આવ્યા હતા એ અગાઉ નરેન્દ્ર મોદીના પૂર્વગામી મનમોહનસિંહ અને અટલ બિહારી વાજપાઇ યુદ્ધ જહાજ પર વડાપ્રધાન તરીકે મુખ્ય મહેમાન તરીકે સાગર દિવસની ઉજવણી નિમિત્તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેનાના પૂર્વ અધિકારીઓએ રાજીવ ગાંધી પરિવાર દ્વારા યુદ્ધ જહાજનો પરિવાર સાથે રજા કરવાના ઉપયોગની વાત સાચી ન હોવાનું જણાવી ઉમેર્યું હતું કે રાજીવ ગાંધી આઈએનએસ વિરાટ યુદ્ધ જહાજ પર આવ્યા હતા પણ પરિવાર સાથે રજા ગાળવા નહીં પણ વિવિધ સમૂહના વિકાસ મંચ દ્વારા યોજાયેલી બેઠકમાં હાજરી આપવાના વડાપ્રધાનના સત્તાવાર પ્રવાસ પર આવ્યા હતા.
તેમને બે ત્રણ દિવસના રોકાણ દરમ્યાન હેલિકોપ્ટરથી લક્ષદ્વીપના અલગ-અલગ ટાપુઓની મુલાકાત લીધી હતી અને લોકસંપર્ક બાદ રાત્રે આઈએનએસ પર આવી જતા હતા વડાપ્રધાન રાજીવ ગાંધી વેકેશન ગાળવા નહીં પણ ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા હોવાનું તેમ નૌસેના નિવૃત અધિકારીઓએ ઉમેર્યું હતું.