થોરીયા ક્રિશ્ર્નાએ ૯૯.૯૮ પીઆર સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો
અબતક, રાજકોટ:રાજકોટની ક્રિશ્ના સ્કુલનું ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે. તેમાં પ્રથમ નંબરે થોરીયા ક્રિશ્ર્ના ૯૯.૯૮% આવ્યા હતા દ્વિતિય નંબરે પરસાણા માધવી ૯૯.૯૫% તૃતીય નંબરે ખોખરીયા નીષ્ઠા ૯૯.૩૯% પરિણામ આવેલ છે. આ પરિણામ જાહેર થતા વિદ્યાર્થી તથા શિક્ષકોમાં ખૂબજ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખૂબજ સારૂ પરિણામ આવેલ છે.
– થોરીયા ક્રિશ્ના (પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર છાત્રા)
થોરીયા ક્રિશ્ર્નાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે ક્રિશ્ર્ના સ્કુલમાં પ્રથમ નંબરે મેળવેલ છે. તેમને ૯૯.૯૮ ટકા આવ્યા છે અને બોર્ડમાં બીજા ક્રમેક ઉતિર્ણ થયા છે. તેમની પૂરતી મહેનત ઉપરથી તેમને ખ્યાલ હતો જ કે તે સારી ટકાવારી એ પાસ થશે.
પરસાણા માધવી (દ્વિતિય નંબર પ્રાપ્ત કરનાર છાત્રા)
માધવીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે તેણીએ ક્રિશ્ર્ના સ્કુલમાં ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૯.૯૫% એ સ્કુલમાં બીજા ક્રમે આવેલ છે. અને બોર્ડમાં પાંચમાં ક્રમે આવેલ છે. તેમની મહેનત અને સ્કુલે પણ અભ્યાસમાં સારી એવી મહેનત કરાવી હતી. અને ગણીત વિષયમાં તેમને ૧૦૦માંથી ૧૦૦ માર્ક આવેલ છે.
– ખોખરીયા નીષ્ઠા (તૃતીય નંબર વિજેતા છાત્રા)
ખોખરીયા નીષ્ઠા એ અબતકની મુલાકાતમાં જણાવ્યું હતુ કે તેણી ક્રિશ્ર્ના સ્કુલમાં તેમને ૯૯.૩૯ ટકા એ પાસ થયેલ છે. તેમણે પણ ખૂબજ મહેનત કરી હતી તથા સ્કુલ દ્વારા પણ સારૂ ધ્યાન દઈ સારી મહેનત કરાવવામાં આવી હતી.
– જીજ્ઞેશ ટીલાવત (શિક્ષક ક્રિશ્ર્ના સ્કુલ)
જીજ્ઞેશભાઈ ટીલાવતે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યુંં હતુકે તેઓ ક્રિશ્ર્ના સ્કુલમાં વિજ્ઞાનનાં અભ્યાસ કરાવતા ટીચર છે. આ વર્ષે ક્રિશ્ર્ના સ્કુલનું ખૂબજ સા‚ પરિણામ છે આ વર્ષે ૯૦પીઆર ઉપરનું પરિણામ છે. ને વિદ્યાર્થીઓની ખરી મહેનતનું આ પરિણામ છે. રાજકોટ લેવલે પહેલો ક્રમ ક્રિશ્ર્ના સ્કુલનો છે. સંપૂર્ણ બોર્ડ દ્વારા જ અભ્યાસ માળખું તૈયાર કરવામાં આવ્યું હતુ ને તેજ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવ્યું હતુ અને વિદ્યાર્થીઓએ પણ પોતાની કાબીલીયત દર્શાવી છે. ક્રિશ્ર્ના સ્કુલનું ખૂબજ સા‚ પરિણામ છે.