આજરોજ પ્રદર્શિત થયેલા ધો.૧૨ સાયન્સનાં પરીણામમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસેલેન્સનાં વિદ્યાર્થીઓએ હર વખતની જેમ આ વખતે પણ સફળતાની હારમાળા સર્જી છે. ઉત્કૃષ્ઠ પરીણામની ઉત્કર્ષની સફળતાની પરંપરા જાળવી રાખી છે. સ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ૯૯ પીઆર કરતાં પણ વધારે પાંચ વિદ્યાર્થીઓ, ૯૭ પીઆર કરતાં વધારે ૧૬ વિદ્યાર્થીઓ, ૯૫ પીઆર કરતાં વધારે ૩૦ વિદ્યાર્થીઓ, ૯૦ પીઆર કરતાં વધારે ૪૭ વિદ્યાર્થીઓએ ખુબ જ ઝળહળતો દેખાવ કર્યો છે.
ઉત્કર્ષ સ્કુલનાં વિષય નિષ્ણાંત ફેકલ્ટીઓ ડોકટર અને એમ.ટેક લેવલ ધરાવે છે જેઓ આશરે ૨૫ વર્ષથી પણ વધારે પોતાનાં વિષયોનાં શિક્ષણ કાર્યોનો બહોળો અનુભવ ધરાવે છે. ઉત્કર્ષ સ્કુલ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રાખવામાં આવતા વિશ્ર્વાસને જાળવી રાખવા શૈક્ષણિક આયોજન થકી ગુજરાત બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે પ્રતિબઘ્ધ છે.
આજનાં આ શાનદાર પરીણામ મેળવવા બદલ શાળાનાં બધા જ વિદ્યાર્થીઓને સંસ્થાનાં ટ્રસ્ટીગણ અને શિક્ષકગણે ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં ઉચ્ચ અને સફળ વ્યવસાય કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી છે.
ઉત્કર્ષ પરિણામ આવતા ખુશખુશાલ: વ્રિન્દા મયાત્રા
ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસેલેન્સનાં વિદ્યાર્થીની વ્રિન્દા મયાત્રાએ જણાવ્યું હતું કે, તેઓને બોર્ડની પરીક્ષામાં ૯૩ ટકા આવ્યા છે ત્યારે સ્કુલમાં ત્રીજો નંબર આવ્યો છે ત્યારે તેઓએ સ્કુલનાં શિક્ષકો અને માતા-પિતાનો આભાર વ્યકત કર્યો છે. આજે પોતાની મહેનતની સાથે માતા-પિતા અને શિક્ષકોની પણ ખુબ જ મહેનત છે ત્યારે તેઓને આજે ત્રીજો નંબર આવ્યો છે ત્યારે મને ગર્વ થાય છે તેમ તેઓએ જણાવ્યું હતું અને સંપૂર્ણ વર્ષની મહેનત આજે રંગ લાવી છે તેમ જણાવ્યું હતું.
દરરોજ ૮ કલાકની મહેનત રંગ લાવી: જયના બાવીસી
ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસેલેન્સનાં વિદ્યાર્થીની જયના બાવીસીએ જણાવ્યું હતું કે, તેઓને બોર્ડની પરીક્ષામાં ૯૩.૩૩ ટકા આવ્યા છે અને સ્કુલમાં બીજો રેન્ક આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, તેઓને સ્કુલ તરફથી સંપૂર્ણ સપોર્ટ મળ્યો છે અને માતા-પિતાએ ખુબ જ સાર-સંભાળ રાખી છે. હું ધો.૧૧ થી દરરોજનું ૮ કલાક જેટલું વાંચન કરતી હતી અને આ મહેનતનું પરીણામ આજે સૌની સામે છે. તેઓ પોતે પણ ખુબ જ મહેનત કરી છે અને આજે જયારે બોર્ડનાં રીઝલ્ટમાં ૯૩.૩૩ ટકા આવ્યા તેની ખુશી છે અને શિક્ષકો અને માતા-પિતાનો પણ ખુબ જ સપોર્ટ મળ્યો તેનું મને ગર્વ છે તેમ તેઓએ જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓએ ભય વગર પરીક્ષા આપી: હિમાંશુ નથવાણી
ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસેલેન્સના ફિઝિકસનાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા હિમાંશુ નથવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડનું ૧૨માં ધોરણનું રીઝલ્ટ જાહેર કર્યું છે જેમાં ઉત્કર્ષ સ્કુલનું ૯૬ ટકા આવેલું છે એમાં પણ સાવલીયા દર્શનને ૯૯.૯ પીઆર સાથે બોર્ડમાં ૧૦મું સ્થાન પ્રાપ્ત કરેલ છે. દર વર્મે સિસ્ટમમાં ફેરફાર આવતા હોય છે. આ વર્ષે અમારી સ્કુલમાં સિલેબ્રસ ખુબ જ જલ્દી પુરો કરી દઈએ છીએ અને પછી અમે ૧૦૦ માર્કસનાં ૫૪ જેટલા પેપરો લખાવી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે તૈયાર કર્યા હતા. આટલી તૈયારી બાદ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ભય રહેતો નથી. આવનાર સમયમાં હવે એન.સી.આર.ટી.નો સિલેબસ આવી ગયો હોવાથી સમયસર સિલેબસ ચાલુ કરવો અને પૂર્ણ કરવો તેમજ એક-એક વિદ્યાર્થીઓ પર વ્યકિતગત ધ્યાન આપવું જેવી દરેક બાબતો પર ધ્યાન આપવા પુરતી મહેનત કરશું.