ઈડર શહેરની પ્રગતિશીલ સંસ્થા શ્રી કે.એમ.પટેલ વિધામંદિર ઈડર છેલ્લા દસ વર્ષથી જિલ્લા કક્ષાએ નામના મેળવી રહી છે ચાલુ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્બારા માર્ચ – ૨૦૧૯ મા લેવાયેલ પરીક્ષામા આજે ૯-૫-૨૦૧૯ ના રોજ જાહેર થયેલ પરિણામમા શાળાનુ પરિણામ ૯૨.૯૭ % રહ્યુ છે આખા સાબરકાંઠા જીલ્લામા એ ગ્રેડ મા માત્ર બે જ વિધાર્થીઓ સ્થાન મેળવ્યુ છે આ બંને વિધાર્થીઓ આજ શાળા શ્રી કે.એમ. પટેલ વિધામંદિરમા છેલ્લા સાત વર્ષથી અભ્યાસ કરે છે જેમા જોઇએ તો…
પ્રથમ – ગાંધી જૈમિન જી. ગ્રેડ A1 – ભૌતિક વિજ્ઞાન – ૧૦૦ – ગણિત – ૯૯ – રસાયણ – ૯૮ – =૩૦૦-૨૯૭ – ૯૯%
દ્રિતિય – પરમાર મનિષ એ. – ગ્રેડ A1 – ભૌતિક વિજ્ઞાન – ૯૫ , ગણિત – ૯૯ , રસાયણ – ૯૭ કુલ = ૩૦૦ – ૨૯૧ – ૯૭%
તૃતિય – ચૌધરી સાગર બી. ગ્રેડ – A2 – ભૌતિક વિજ્ઞાન – ૯૧ , ગણિત – ૯૬ , રસાયણ – ૯૩ – કુલ – ૩૦૦ – ૨૮૦ = ૯૩ %
ઉપરોક્ત ત્રણેય વિધાર્થીઓ jee મેઇન્સ exam મા પણ ક્વોલિફાઇડ થયેલ અને ગુજકેટ મા પણ ત્રણેય વિધાર્થીઓ અનુક્રમે ૧૧૦ , ૧૧૦.૫૦ , ૧૦૧.૭૫ ગુણ ૧૨૦ માંથી મેળવી શાળાનુ ગૌરવ વધારેલ છે શાળાના આચાર્યશ્રી કિરણભાઈ પટેલ તથા સ્ટાફે તમામ વિધાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકશ્રિઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.