રૂ.૫૦માં ૫ રાઈડસની મજા સાથોસાથ સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર: ૧૯મી સુધી મેળાનો આનંદ માણી શકાશે
રાજકોટ દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્સ મેદાન ખાતે થીમ્સ એન્ડ ડ્રીમઝ ઈવેન્ટ આયોજિત વેકેશન કાર્નિવલ મેળાનું ભવ્ય આયોજન થયું છે. ૧૦ દિવસ દરમિયાન વિશાળ સંખ્યામાં લોકોએ વેકેશન કાર્નિવલ મેળાની મુલાકાત લીધી હતી અને હજુ આગામી ૧૯મે સુધી નાના બાળકોથી લઈ મોટેરાઓ મેળાનો આનંદ માણી શકશે.
આ વર્ષે દર વર્ષ કરતા વધુ મોટા પ્રમાણમાં અને અત્યાધુનિક રીતે ફેર યોજવામાં આવ્યો છે. રૂ.૫૦માં ૫ રાઈડની મજા માણી શકાશે. ખાસ તો વિશાળ એલ.ઈ.ડી. ગેટ તેમજ એફિલ ટાવર અદભુત નજારો જોવા મળશે. જેને નિહાળવા રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે ત્યારે આ વખતે અવનવી રાઈડ સાથે લોકો અનેરો આનંદ માણી શકશે.
તદુપરાંત ફેરમાં બધા જ પ્રકારના આધુનિક સેગમેન્ટના સ્ટોલને આવરી લેવાયા છે. જયાં અત્યાધુનિક વસ્તુઓનું પ્રદર્શન તેમજ સૌરાષ્ટ્રની નામાંકિત કંપનીઓ પણ આવી છે. વેકેશન કાર્નિવલ ફેરની મુલાકાત બપોરે ૪ વાગ્યાથી રાત્રીના ૧૧ વાગ્યા સુધી લઈ શકાશે. આ ફેરમાં એફ.એમ.સી.જી, ગીફટ આર્ટિકલ, ઘર વપરાશની વસ્તુઓ, હેલ્થ, ફિટનેસ, મોબાઈલ એસેસરીઝ, ફુડ સ્ટોલ તેમજ તમામ પ્રકારના અને અન્ય બીજી અનેક પ્રકારની વસ્તુઓના સ્ટોલ ઉપલબ્ધ છે.
મેળાની અન્ય વિશેષતામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ ડાન્સ સ્પર્ધા દરરોજ યોજવામાં આવે છે અને સેલ્ફી ઝોન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ પારિવારિક વાતાવરણ વચ્ચે સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રંગીલા રાજકોટની જનતાને મેળામાં પધારવા કૃષ્ણસિંહ જાડેજા, હિતેશભાઈ દોશી, યશપાલસિંહ જાડેજા અને સાગર ઠકકરે અનુરોધ કર્યો છે.