પોતાના જીવનમાં દરેક પગલે ‘ડિસીપ્લીન’ હોવાથી અન્ય કરતા વિરાટ મહાન
વિશ્વ આખામાં જુજ ખેલાડીઓ જ હશે કે જે ખુબજ મહાન બન્યા હોય અને વિશ્વ આખાએ તેની નોંધ લીધી હોય તેમ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીનું નામ મોખરે આવે છે અને કોહલીનું વિરાટ બનવાનું શું રહસ્ય છે તે પણ લોકો હરહંમેશા જાણવા માટે આતુર હોય છે ત્યારે વિરાટ કોહલી સ્પષ્ટપણે માને છે કે, દરેકના જીવનમાં અને દરેક પગલે ડિસીપ્લીન હોવું જ‚રી છે. ત્યારે વિરાટ કોહલી માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ પોતાના અંગત જીવનમાં પણ ડિસીપ્લીન રાખી પોતાના વ્યક્તિત્વને વિરાટ બનાવ્યું છે.
એક સમયે ભારતીય ટીમના કોચ ડંકન ફલેચરે વિરાટ કોહલીને જણાવ્યું હતું કે, તે ક્રિકેટમાં સહેજ પણ નહીં ચાલે ત્યારથી વિરાટ કોહલીએ પોતાના અંગત જીવનમાં પોતાની ફિટનેશ પર અને પોતાના ખોરાક પર ડાયેટ પ્લાન રજૂ કરતા તેનો અમલ કર્યો હતો તેથી તે પોતાની રમતમાં પણ એક ઉચ્ચસ્તરીય પ્રદર્શન કરવામાં સફળ નિવડયો છે. તેને પોતાના જીવનમાં અથાક મહેનત અને પોતાને ભાવતી ચીજ-વસ્તુઓને પણ ધ્યાન ન દેતા પોતાના ખોરાક ઉપર ડિસીપ્લીન રાખ્યું છે. ફીટનેસમાં પણ તે ખૂબજ વધુ ખર્ચો કરી પોતાના સ્વાસ્થ્યને જાળવી રહ્યો છે.
આ તમામ એવી બાબતો છે કે જે લોકોને ખ્યાલ ન હોય. વાત કરવામાં આવે તો તે અલકલાઈન વોટર કે જે ઓસન વન એઈટ દ્વારા બનાવવામાં આવે છે તેનો જ તે ઉપયોગ કરે છે. સાથો સાથ સ્ટાઈલ પણ એક મહત્વપૂર્ણ પરિબળ હોય છે જેનાથી લોકોમાં એક આત્મવિવિશ્વા સનું પણ સંચાર થતો જોવા મળે છે.ત્યારે વિરોટ કોહલી પણ સ્ટાઈલીસ આઈકોન તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી છે અને તે અન્ય ખેલાડીઓ કરતા પણ વધુ સ્ટાઈલીસ અને સ્માર્ટ હોવાનું પણ અનેક અહેવાલોમાં સ્પષ્ટ થાય છે.