રાજકોટની માસુમ શાળામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હરેશભાઇ ધોરીયાના પુત્ર સંજયને ધો.12 સાયન્સમાં 99.22 પીઆર આવ્યા છે. ઝળહળતું પરિણામ મેળવતા પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ત્યારે પુત્રના ઝળહળતા પરિણામને લઇને પિતા પણ ખુશ છે.
સંજયે જણાવ્યું હતું કે, મારા પિતા રાજકોટમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે, વીંછિયામાં હું મારા કાકા સાથે રહેતો હતો અને ધોરણ 10માં 98.64 પીઆર મેળવતા ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ પરિવાર સાથે આવી ગયો હતો. આજે પણ મારી પાસે મોબાઇલ નથી. રેફરન્સ તથા ટેક્સબુક પર જ પૂરી તૈયારી કરી હતી. કમ્પ્યૂટર એન્જિનિયર બની મલ્ટિનેશનલ કંપનીમાં મોટું સ્થાન મેળવવાનું લક્ષ્ય છે.